તંદુરસ્ત જીવન
ઘણા લોકો જીવવા માટે જીવતા હોય છે જ્યારે ઘણા જીવન જીવી જતા હોય છે. જીવન જીવવું એ પણ એક કલા છે. તંદુરસ્ત અને સુખી જીવન માનવ જીવનને આનંદથી ભરી દે છે. પરંતુ એવું જીવન જીવવા માટે પણ જીવનને શિસ્ત પૂર્વક જીવવું આવશ્યક છે.
આહાર પણ તંદુરસ્ત હોવો જોઈએ . જેમકે લીલા શાકભાજી , ફળો અને સૂકોમેવો જેવો હોવો જોઈએ . ખરાબ આદતોથી દૂર રહેવું જરૂરી છે. સિગરેટે પીવા જેવો શોખ હાનિકારક હોય છે . પરંતુ નારિયળનું પાણી શરીર માટે નિર્દોષ પીણું છે.
ચાર કિલોમીટર દરરોજ ચાલવું અને અઠવાડિયામાં એક વાર કસરત તંદુરસ્ત શરીરની જરૂરિયાત છે. શરીરના બધા અંગોને તંદુરસ્ત રાખવા માટે કેરેમ, ચેસ , લુડો અને સૂડોકો જેવી રમતો રમતા રહેવું જોઈએ.
નવા નવા લોકોને મળતા રહેવાથી શરીરને તાજગી મળે છે . અને મન ગમતી પ્રવૃતિઓમાં વ્યસ્ત રહેવાથી નકારાત્મક વિચારોમાંથી મુક્તિ મળે છે . નવું નવું શીખવાથી માનસિક રીતે પણ તંદુરસ્તી પણ વધતી રહે છે.
આંઠ કલાકની ઊંઘ શરીરને તાજગી આપે છે અને શરીરની સુસ્તી દૂર કરે છે . તે ઉપરાંત આત્મવિશ્વાસ હોવો પણ જરૂરી છે . નાની નાની બાબતોમાં ચિંતા શરીરને નુકશાન કરી શકે છે. આથી ચિંતાથી દૂર રહેવા માટે એના કારણોને દૂર કરવા જોઈએરસ્ત જીવનની ચાવી છે.
******************************************
No comments:
Post a Comment