Sunday, June 25, 2023

 


સૂર્ય શક્તિ 

                          ભારતમાં સૂર્યની શક્તિને પ્રાચીન કાળથી પુંજવામાં આવે છે. ગાયત્રી મંત્ર એનો પુરાવો છે  જે  સૂર્ય સ્તુતિ કરતા કહે છેકે ' હે સુખદાયક, દુખનાશક, શ્રેષ્ટ, તેજસ્વી, ભ્રમઃ સ્વરૂપ, પાપનાશક , પ્રાણ સ્વરૂપ તને અમે ધારણ કરીએ છીએ. તું અમને સદમાર્ગે  લઈજા. આજે  વિજ્ઞાન પણ કહે છે કે' સૂર્યમાંથી  એક અવાજ આવે છે જે ઓમઃ ને મળતો આવે છે. આજ બતાવે છેકે ભારતીયોની સૂર્ય ભક્તિ પણ વિજ્ઞાનિક છે. એટલાજ  માટે સવારના ઉગતા સૂર્યને  પાણી અર્પણ  કરવામાં આવે છે.

                             ઝાડપાન પણ સૂર્ય શક્તિ પર નભે છે. સૂર્યના  કિરણો માનવીય શરીર પોતાનામાં ઓગાળીને  નવજીવન  મેળવે છે. સૂર્યના કિરણો જયારે પાણી માંથી પસાર થાય છે ત્યારે અદભુત સાત રંગો ઉત્પન્ન થાય છે અને મેઘ ધનુષ સર્જાય છે . તે અતિ મનમોહક અને સુંદર હોય છે. સૂર્યના કિરણો શરીરમાં પ્રવેશી શારીરિક અને માનસિક સ્થિતિ ઉત્તપન કરે છે  જેને સૂર્ય સારવાર કહેવામાં આવે છે.



                                 પ્રાચીન ઇજિપ્તની સંસ્ક્ર્તિ પ્રમાણે સૂર્યના કિરણો  જયારે પારદર્શક વસ્તુમાંથી પસાર થઈને  શરીરમાં જવાથી  કેટલાક રોગોને નિવારે છે. ભારતીય સંસ્કૃતિ પ્રમાણે સૂર્યને જળ અર્પણ કરવાની રીતને ઋષિ મુનિઓએ  'આરઘય'  નામ આપેલું  છે.



                                 કોપર જેવી  ધાતુના વાસણમાં સૂર્યોદયે  કે સુર્યાસ્તે  અર્પણ કરવામાં આવેલું જળ મજબૂતશક્તિઓ ઉત્ત્પન કરે છે જે શારીરિક શક્તિઓ વધારવામાં મદદ રૂપ બને છે.  અને આખો દિવસ  પ્રફૂલ્લિત  કરે છે.  એટલા માટે સૂર્યને જળ અર્પણ એ વિજ્ઞાનિક  છે.

                                    ************************************** 

Tuesday, June 13, 2023



જીવનનું સત્ય 

                                     દુનિયામાં કોઈનો એકજ દેખાવ નથી હોતો . દરેકનું વલણ સંજોગો અને તેના ફાયદા પ્રમાણે બદલાતું રહેતું હોય છે. એથી કોઈના વિષે એક ચોક્કસ અભિપ્રાય બાંધવો જોઈએ નહિ.

                                     ઘણીવાર લોકો ધનવાનોને વધારે માન આપે છે, માણસના ચરિત્ર કે પછી એના વ્યક્તિત્વને નહીં  . આથી કોઈ ધનવાનને મળતા માન પરથી એના વિષે ઉચ્ચ અભિપ્રાય બાંધવો ન જોઈએ.

                                     કોઈને પ્રેમ આપવાથી  એનો સકારત્મક પ્રતિભાવ આવશે  એ માનવું ભૂલ ભરેલું હશે. ઘણેભાગે જેને તમે બહુ જ ચાહો છો એજ તમને વધારે દુઃખ પહોંચાડશે.

                                     તમે જયારે સુખી હોવ છો ત્યારે અધિક આનંદમાં રહો છો. પણ જયારે તમે દુઃખ અનુભવો છો ત્યારે તમે  બીજાની લાગણીઓને સમજી શકો  છો.



                                      તમારી પાસે બધું હોય છે ત્યારે એને પચાવવું મુશ્કેલ હોય છે. પરંતુ એવા વખતે જ તમારી ધીરજ  અને વલણની પરીક્ષા થાય છે.

                                      લોકો કેટલીક વાર બાહ્ય દેખાવ પાર વારી જાય છે. ત્યારે તેના ચારિત્રના મૂલ્યાંકન કરવામાં ગોથું ખાઈ જાય છે.

                                        જયારે  નિસ્ફળતા  મળે ત્યારે લોકો તમારા પર તૂટી પડે છે અને ટીકાઓનો વરસાદ વર્ષે છે પરંતુ સફળતા ઘણી વાર એકલતામાં ઉજવવી પડે છે.



                                          ગરીબોના દોસ્તો બહુ હોતા નથી. અને જે કોઈ હોય છે એ જીગરી દોસ્ત હોય છે. ધનવાનોને  ઘણા  મિત્રો હોય છે પણ તેમાં કેટલાક તકસાધુ અને વિશ્વાસ ન કરી શકાય એવા હોય છે.

                                            એક વાર વિશ્વાસ  ચાલી  જાય તો પાછો આવવો મુશ્કેલ હોય છે. પછી ગમે તેટલી માફીનો  કોઈ અર્થ નહિ રહે.

                                          ******************************** 

Tuesday, June 6, 2023



વિચારઓ 

                                       માણસનો વિકાસ અટકી જાય છે જયારે એ વિચારવા માંડે છે કે એ બધું જાણે છે,  અને વધુ કઈ જાણવાની જરૂર નથી.  આ જગતમાં માણસે એક કે બીજા સ્વરૂપે કઈને કઈ મૃત્યુ સુધી શીખવાનું હોય છે. બીજા બધા કરતા હુંજ વધારે જાણું છું એ માનવું  પતનની નિશાની છે.  સોક્રેટિસ એ બાબતમાં કહ્યું છે કે ' સાચું ડહાપણ નવું જાણવામાં જ છે. માનવું કે 'હું કઈ જાણતો નથી એમ માનવું નવી વસ્તુઓ જાણવા માટેનો યોગ્ય વિચાર છે.



                                         દુનિયામાં વિવિધ વિચારો ધરાવનારા લોકો હોય છે. એટલે દરેકના  વિચારોને માન અને એના પ્રત્યે  સહિષ્ણુ  થવું જરૂરી છે. એનાથી ભાઈ ચારો અને શાંતિ  વધે છે. મોટા કુટુમ્બીક  કંકાસો અને  યુદ્ધો વિચારોના અસહિષ્ણુતાને  લીધે જ થયા છે. એ બાબતમાં ચીની   ચિંતક  કોન્ફીસીયસ કહે છે કે'  કોઈ મનુષ્ય કહે કે એ કરી શકે છે.  અને બીજો મનુષ્ય  એમ કહે કે હું નહિ કરી શકું તો. સમજવુંકે બંને સાચા છે.' એમાં વિચારો પ્રત્યેની  સહિષ્ણુતાની જરૂરી છે.



                                             ઘણા લોકો સાંભળેલી વાતો પર વિશ્વાસ કરે છે અને એનાથી બીજાની સાથેના સબંધો બગાડે છે.  આથી કોઈ પણ બાબતમાં એને સત્ય સમજ્યા પહેલા એના પર બધી રીતે  વિચાર વિનિમય કરીને  પછી નિર્ણય લેવો જોઈએ. કોઈ કહે એને સત્ય માનીને ન ચાલવુંજોઈએ . ઘણીવાર બીજાની વાત સાંભળીને જ ગેરસમજ થાય છે . એરિસ્ટોટલ  વિચારે છે કે  'દરેક બાબતમાં સ્વતંત્ર રીતે વિચારવું જોઈએ. દરેક સાંભળેલી વાતને સત્ય ન માનવું જોઈએ.  હંમેશા તમે જેમાં માનતા હોય  એમાં બધી રીતે વિચારીને  તેનું  મૂલ્યાંકન કરવું જોઈએ .' 



                                          આપણામાં એક કહેવત છે કે' આપ  મર્યા સિવાય  સ્વર્ગે  ન જવાય ' એટલેકે બીજા પર આધાર રાખ્યા વિના પોતાના ધેય  માટે પોતે જ મહેનત કરવી જોઈએ.  બીજાના પર આધાર રાખવાથી કામ નહિ થાય અથવા તો લંબાયા કરશે. એ બાબતમાં  નિએટઝસચે  જેવા ચિંતકના વિચારો જાણવા જેવા છે. એ કહે છે' તમારે માટે કોઈ પુલને બાંધી આપવાનું નથી જેનાથી તમે  જીવન નદી પારકરી શકો. એ પુલ  તો  તમારે એકલાએ જ બાંધવો પડશે . 

                                 *****************************************