Tuesday, June 6, 2023



વિચારઓ 

                                       માણસનો વિકાસ અટકી જાય છે જયારે એ વિચારવા માંડે છે કે એ બધું જાણે છે,  અને વધુ કઈ જાણવાની જરૂર નથી.  આ જગતમાં માણસે એક કે બીજા સ્વરૂપે કઈને કઈ મૃત્યુ સુધી શીખવાનું હોય છે. બીજા બધા કરતા હુંજ વધારે જાણું છું એ માનવું  પતનની નિશાની છે.  સોક્રેટિસ એ બાબતમાં કહ્યું છે કે ' સાચું ડહાપણ નવું જાણવામાં જ છે. માનવું કે 'હું કઈ જાણતો નથી એમ માનવું નવી વસ્તુઓ જાણવા માટેનો યોગ્ય વિચાર છે.



                                         દુનિયામાં વિવિધ વિચારો ધરાવનારા લોકો હોય છે. એટલે દરેકના  વિચારોને માન અને એના પ્રત્યે  સહિષ્ણુ  થવું જરૂરી છે. એનાથી ભાઈ ચારો અને શાંતિ  વધે છે. મોટા કુટુમ્બીક  કંકાસો અને  યુદ્ધો વિચારોના અસહિષ્ણુતાને  લીધે જ થયા છે. એ બાબતમાં ચીની   ચિંતક  કોન્ફીસીયસ કહે છે કે'  કોઈ મનુષ્ય કહે કે એ કરી શકે છે.  અને બીજો મનુષ્ય  એમ કહે કે હું નહિ કરી શકું તો. સમજવુંકે બંને સાચા છે.' એમાં વિચારો પ્રત્યેની  સહિષ્ણુતાની જરૂરી છે.



                                             ઘણા લોકો સાંભળેલી વાતો પર વિશ્વાસ કરે છે અને એનાથી બીજાની સાથેના સબંધો બગાડે છે.  આથી કોઈ પણ બાબતમાં એને સત્ય સમજ્યા પહેલા એના પર બધી રીતે  વિચાર વિનિમય કરીને  પછી નિર્ણય લેવો જોઈએ. કોઈ કહે એને સત્ય માનીને ન ચાલવુંજોઈએ . ઘણીવાર બીજાની વાત સાંભળીને જ ગેરસમજ થાય છે . એરિસ્ટોટલ  વિચારે છે કે  'દરેક બાબતમાં સ્વતંત્ર રીતે વિચારવું જોઈએ. દરેક સાંભળેલી વાતને સત્ય ન માનવું જોઈએ.  હંમેશા તમે જેમાં માનતા હોય  એમાં બધી રીતે વિચારીને  તેનું  મૂલ્યાંકન કરવું જોઈએ .' 



                                          આપણામાં એક કહેવત છે કે' આપ  મર્યા સિવાય  સ્વર્ગે  ન જવાય ' એટલેકે બીજા પર આધાર રાખ્યા વિના પોતાના ધેય  માટે પોતે જ મહેનત કરવી જોઈએ.  બીજાના પર આધાર રાખવાથી કામ નહિ થાય અથવા તો લંબાયા કરશે. એ બાબતમાં  નિએટઝસચે  જેવા ચિંતકના વિચારો જાણવા જેવા છે. એ કહે છે' તમારે માટે કોઈ પુલને બાંધી આપવાનું નથી જેનાથી તમે  જીવન નદી પારકરી શકો. એ પુલ  તો  તમારે એકલાએ જ બાંધવો પડશે . 

                                 *****************************************

                                

No comments:

Post a Comment