Tuesday, June 13, 2023



જીવનનું સત્ય 

                                     દુનિયામાં કોઈનો એકજ દેખાવ નથી હોતો . દરેકનું વલણ સંજોગો અને તેના ફાયદા પ્રમાણે બદલાતું રહેતું હોય છે. એથી કોઈના વિષે એક ચોક્કસ અભિપ્રાય બાંધવો જોઈએ નહિ.

                                     ઘણીવાર લોકો ધનવાનોને વધારે માન આપે છે, માણસના ચરિત્ર કે પછી એના વ્યક્તિત્વને નહીં  . આથી કોઈ ધનવાનને મળતા માન પરથી એના વિષે ઉચ્ચ અભિપ્રાય બાંધવો ન જોઈએ.

                                     કોઈને પ્રેમ આપવાથી  એનો સકારત્મક પ્રતિભાવ આવશે  એ માનવું ભૂલ ભરેલું હશે. ઘણેભાગે જેને તમે બહુ જ ચાહો છો એજ તમને વધારે દુઃખ પહોંચાડશે.

                                     તમે જયારે સુખી હોવ છો ત્યારે અધિક આનંદમાં રહો છો. પણ જયારે તમે દુઃખ અનુભવો છો ત્યારે તમે  બીજાની લાગણીઓને સમજી શકો  છો.



                                      તમારી પાસે બધું હોય છે ત્યારે એને પચાવવું મુશ્કેલ હોય છે. પરંતુ એવા વખતે જ તમારી ધીરજ  અને વલણની પરીક્ષા થાય છે.

                                      લોકો કેટલીક વાર બાહ્ય દેખાવ પાર વારી જાય છે. ત્યારે તેના ચારિત્રના મૂલ્યાંકન કરવામાં ગોથું ખાઈ જાય છે.

                                        જયારે  નિસ્ફળતા  મળે ત્યારે લોકો તમારા પર તૂટી પડે છે અને ટીકાઓનો વરસાદ વર્ષે છે પરંતુ સફળતા ઘણી વાર એકલતામાં ઉજવવી પડે છે.



                                          ગરીબોના દોસ્તો બહુ હોતા નથી. અને જે કોઈ હોય છે એ જીગરી દોસ્ત હોય છે. ધનવાનોને  ઘણા  મિત્રો હોય છે પણ તેમાં કેટલાક તકસાધુ અને વિશ્વાસ ન કરી શકાય એવા હોય છે.

                                            એક વાર વિશ્વાસ  ચાલી  જાય તો પાછો આવવો મુશ્કેલ હોય છે. પછી ગમે તેટલી માફીનો  કોઈ અર્થ નહિ રહે.

                                          ******************************** 

No comments:

Post a Comment