સ્ત્રી અને પુરુષ -તફાવત
સ્ત્રી અને પુરુષોની વચમાં સરખામણી કરવી મુશ્કેલ છે કારણકે બંનેમાં કેટલાક ગુણો અને અવગુણો હોય છે. પરંતુ એનું વિવેચન કરવાથી જીવનના ઘણા પ્રશ્નો હલ કરવામાં સહાયતા મળે છે.
સ્ત્રીઓ ઘણું કરીને સમાધાન કરવામાં વધારે તેજ હોય છે. એને ઘણા લોકો શરણે જવા માટેનો અવગુણ સમજે છે પણ એજ લગ્ન ને ટકાવવામાં મદદ રૂપ બની રહે છે અને એ લગ્ન સંસ્થાની મજબૂતી માટે સદગુણ બની ને રહે છે. જ્યારે પુરુષ મક્કમ હોય છે એને સ્ત્રી પર પ્રભુત્વ જમાવવાળો અવગુણ માનવામાં આવે છે. પરંતુ એજ અવગુણ ઘણી વાર કુટુમ્બીક જીવનને શિસ્તમાં રાખે છે અને ખોટે રસ્તે જતા રોકે છે. આવા સંજોગોમાં એ સદગુણ બની રહે છે. આજ બતાવે છે કે અવગુણ અને સદગુણ બંને જીવનમાં સંજોગો પ્રમાણે એમનો રોલ ભજવે છે.
પુરુષ પોતે કમાઈ ને કુટ્મ્બને પાળે પોષે છે. એથી એ વધારે સ્વાતંત્ર રીતે વિચારી શકે છે. જ્યારે સ્ત્રી ને મર્યાદાઓ નડે છે. એટલે ઘણી બાબતોમાં પુરુષ પર અવલંબે છે . પરંતુ હવે આર્થિક રીતે સ્ત્રીઓ કમાય છે. તે નમતું આપવા હંમેશા તૈયાર હોતી નથી . આથી લગ્ન જીવનમાં તકલીફ વધી છે. આથી દરેક વસ્તુને મર્યાદામાં રહીને ઉપયોગ થવો જોઈએ નહિ તો કુટુમ્બીક જીવન વેરવિખેર થઇ જાય છે.
સ્ત્રીઓ ઘણી લાગણીશીલ હોય છે. જ્યારે પુરુષ ઘણો નક્કરતા પૂર્વક જીવતો હોય છે . વધારે પડતી લાગણીશીલતાને લીધે માનવીને વધારે સહન કરવું પડે છે. પરંતુ પુરુષની નક્કરતા પણ ઘણી વાર જીવનમાં પ્રશ્નો ઉભા કરી દે છે . એટલે સ્ત્રી પુરુષે બંને એ સમજણ પ્રમાણે નક્કરતા અને લાગણીશીલતાનો ઉપયોગ કરવો જોઈએ જેથી કુટુમ્બીક જીવન સરળતાથી ચાલે.
પુરુષો દરેક વસ્તુનો પૃથક્કરણ કરીને નિર્ણય લેછે. જયારે સ્ત્રીઓ પોતાના માનસિક અવાજ પ્રમાણે નિર્ણય લે છે. આથી બંનેની વિચારશરણીમાં ફરક પડી જાય છે, પરંતુ સ્ત્રી શક્તિનો અવાજ કદીક મજબૂત હોય છે. જયારે પુરુષની પૃથક્કરણનો નિર્ણય કદીક નબળો પડી જાય છે. પરંતુ એ બે વિચારશરણીમાંથી ચર્ચા કરી માધ્યમ માર્ગ જ ઉત્તમ હોય છે. એટલે પ્રશ્નના નિકાલમાં મધ્યમ માર્ગ જ ઉત્તમ છે. કુદરતે આમ પુરુષ અને સ્ત્રીની જુદી વિચારશક્તિની અદ્દભુત રચના કરી જીવનને સરળ બનાવ્યું છે.
પુરુષ બહુજ મહત્વાકાંક્ષી હોય છે. જયારે સ્ત્રી જેટલું મળે એમાં સંતોષ માને છે. આથી જીવનમાં વધારે પડતી મહત્વકાંક્ષાથી જીવનમાં નિરાશા મળે ત્યારે સ્ત્રીની સંતોષી ગુણ એને કાબુમાં રાખે છે. આથી જીવનમાં સુખ માટે સ્ત્રી અને પુરુષનો સહકાર અને સમન્વય જરૂરી છે.
જીવનમાં પુરુષ જીવનની હરીફાઈઓમા વ્યસ્ત રહે છે.જ્યારે સ્ત્રી હંમેશા દરેક પ્રશ્નનો હલ સમાધાન પૂર્વક કરવા ઈચ્છે છે. જે પુરુષની હરીફાઈ વૃત્તિને નીયંત્રીત કરે છે. જે સંગર્ષમાંથી ઉગારે છે.
આમ સ્ત્રી પુરુષની રચના કરી કુદરતે જીવનને સમતોલ કરવા પ્રયત્ન કર્યો છે પરંતુ ઘણીવાર માનવીઓ જીવનના એ રહસ્યને સમજ્યા વગર એનાથી ઉલટું કરવા જાય છે ત્યારે જીવન છિન્નભિન્ન થઇ દુઃખી થઇ જાયછે. એમાં મનુષ્યોનો જ વાંક હોય છે. બીજા કોઈનો વાંક કાઢવાથી કઈ ફાયદો નથી.
**************************************