મીડિયાની શક્તિ
મીડિયા એટલેકે વર્તમાનપત્રો, ટીવી , અને એપ્સ જેવીકે ટ્વીટર , ફેસબુક જે લોકોના અભિપ્રાયને બદલી શકે કે પછી એને એક દોરવણી પણ આપી શકે. એમાં અભિપ્રાયને સાચી દિશામાં લઈજાય અથવાતો એને ગેરમાર્ગે પણ દોરી શકે. આ મીડિયાની તાકાત છે. એના ઘણા દાખલાઓ છે. ઘણીવાર તો મીડિયા સત્તા પલટો પણ કરાવી શકે છે.
જ્યાં સુધી એ સકારત્મક ભૂમિકા ભજવે ત્યાં સુધી સારી વાત છે. પરંતુ ઘણીવાર એ પ્રજામતને ગેરમાર્ગે પણ દોરી જાય છે.
અમેરિકામાં ઘણી બાબતોમાં મીડિયાએ એવો પ્રચાર કર્યો હોય છે કે લોકો ગેરમાર્ગે દોરાય છે. ઘણી બાબતોમાં તથ્ય જાણવા માટે સર્વે કરવામાં આવે છે જેના નતીજો બહુ જ નિરાશામય હોય છે.
એવાજ એક સર્વેમાં પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબો આશ્ચર્ય જનક હતા.
અમેરિકામાં ૧% લોકો વર્ષે $૫૦૦૦૦૦/- કમાય છે જયારે લોકોએ ૨૬% ઉત્તરમાં જણાવ્યું હતું. આ બતાવે છેકે લોકો માને છેકે અમેરિકા ધારવા કરતા ઘણું સમૃદ્ધ છે. આ મીડિયાની મહેરબાની છે જે આખો વખત અમેરિકાની સમૃદ્ધિની ભવ્યતા જ બતાવે રાખે છે.
અમેરિકામાં આજકાલ લીલા શાકભાજી અને એને ખાવાના ફાયદા માટે મીડિયા પ્રચાર કરે છે. અને એવી ભીતિ ઉભી કરી છે કે ઘણાખરા અમેરિકાનો વેજિટેરિઅન બની રહયા છે. ૫% અમરિકાના લોકો વેજિટેરિઅન છે જ્યારે લોકો મત માને છેકે ૩૦% છે. એ પણ એક પ્રચારનો નમૂનો છે.
લોકો માને છેકે ટ્વિટ્ટર ૮૦% લોકો વાપરે છે. પરંતુ એનો ઉપયોગ ફક્ત ૨૦% અમેરિકનો કરે છે. આ પણ કદાચ વૈપારીક પ્રચારનો નમૂનો હોઈ શકે.
મીડિયાનો ઉપયોગ ઘણીવાર સરમુખત્યારો પણ કરે છે અને પોતાના બધા પગલાંઓ લોકહિતમાં છે એમ બતાવવા પ્રયત્નો કરેછે. એની લોકપ્રિયતાનો પ્રચાર પણ ખરીદેલા મીડિયા મારફતે કરવામાં આવે છે. એમાં બધાજ મીડિયા સંડોવાયેલા હોતા નથી પરંતુ જે સાચી રજૂઆત કરે છેએમને ઘણી રીતે સહન કરવું પડે છે.
આ પરથી જોઈ શકાય છેકે મીડિયા કોઈને પણ ઉગારી શકે છે કે પછી ડુબાડી પણ દઈ શકે છે. એટલેકે મીડિયા મીઠી છરી છે જે સુધારી પણ શકે છે. અથવા તો નુકસાન પણ કરી શકે છે. સત્યનો પ્રચાર કરી શકે છે અને અસત્યને સત્યમાં રજુ કરી શકે છે. એજ એની બલિહારી છે.
*******************************
No comments:
Post a Comment