તંદુરસ્તી - ૭૫ મી વયે
જ્યારે ઉંમર ૭૫ ની ઉપ્પર જાય છે ત્યારે વૃદ્ધો માટે તંદુરસ્તી જાળવવી મુશ્કેલ બનતી જાય છે. બધા શરીરના અંગો નબળા વધુ થતા જાય છે. ત્યારે સારી તંદુરસ્તી જાળવવી મુશ્કેલ થતી જાય છે.
તે વખતે ઊંઘનું બરાબર ધ્યાન રાખવું જરૂરી છે. ઓછામાં ઓછી સાત કલાકની ઊંઘ લેવી જરૂરી છે. એ જીવનને સફૂર્તીમય રાખે છે.
ધ્યાન અને અધ્યાત્મક્તા પણ જીવનના તંગ અને દબાણ લાવતા પ્રશ્નોનો સામનો કરવા જરૂરી છે. ધ્યાન જીવન સંગ્રામના પ્રશ્નોના સામનો કરવામાં મદદ કરે છે અને રાહત પણ આપે છે.
જેમ જેમ વય વધતી જાય તેમ તેમ લોકોનો સંમ્પર્ક ઓછો થતો જાય છે જે એકલતા સર્જે છે.. એમાંથી ઘણીવાર માનસિક વ્યથાઓ ઉત્ત્પન્ન થાય છે. આથી લોક સંમ્પર્કમા સતત રહેવું જરૂરી છે. એનાથી લોકો સાથેના સંપર્ક વધતા અને વાતચીતમાં વ્યસ્ત રહેવાથી માનસિક અને શારીરિક તંદુરસ્તી સારી રહે છે.
વધતી ઉંમરમાં બને ત્યાં સુધી થઇ શકે એવી કસરતો કરવી જરૂરી છે અને હળવી રમતો જેવીકે કેરમ રમવી . તે ઉપરાંત ગાર્ડનિંગ પણ કરી શકાય. દરરોજ ૩૦ મિનિટ ચાલવાથી પણ શરીર સારું રહે છે. પાણીમાં તરવા જેવા શોખો પણ શરીરને સારા રાખવામાં મદદ રૂપ થાય છે.
આજના ટેક્નોલોજીના જમાનામાં ઈન્ટરનેટથી જ્ઞાન પણ વધારી શકાય છે. એમાં સારી રીતે સમય પસાર કરવાથી શરીર માનસિક અને શારીરિક રીતે તંદુરસ્ત રાખી શકાય છે. માણસ જીવે ત્યાં સુધી નવું શીખવાની ઉત્સુકતા જાળવી રાખવી જોઈએ.
તે ઉપરાંત ખોરાકમાં પણ સંયમ જાળવવો જોઈએ જેથી શરીર સારું રહે. જેમ બને તેમ પેટમાં જરૂરિયાત કરતા ઓછી જગ્યા રાખવી જોઈએ. ખાંડ અને કાર્બોહાઇડ્રેટ જેવા પદાર્થો વાળા ખોરાકો ઓછા લેવા જોઈએ. ફળો અને લીલા શાકભાજીઓ વધારે ખાવા જોઈએ જેથી શરીરને પચાવવામાં સહેલું પડે .
મૂળમાં વધતી વયે વધારે સંયમ રાખી હળવું અને તંદુરસ્તી ભર્યું જીવન જીવી જવું જોઈએ. કેટલા વર્ષો જીવ્યા એ મહત્વનું નથી પણ કેવું અને કેટલું તંદુરસ્તીથી જીવ્યા એ મહત્વનું છે.
*****************************