ઉદ્યોગીક કાબિલિયત
ઉદ્યોગો ચલાવનારાઓનો ઉધોગીક પ્રગતિમાં મોટો ફાળો હોય છે. નાની કંપનીઓ જ જે વસ્તુઓ પુરી પાડે છે એના પર મોટી કંપનીઓ નીભતી હોય છે. આથી અમેરિકા જેવા વિકસિત દેશો પણ નાની નાની ચાલુ કરાતી કંપનીઓને મદદ કરે છે. એમાં ભારત પણ પાછળ નથી. ભારત સરકારે ૭૦૦૦ જેટલી નાની કંપનીઓને સારી એવી મદદ કરી છે. એજ દેશમાં વિકાસ અને પ્રગતિમાં સારો એવો ફાળો આપે છે.
એવી નાની કંપનીઓની પ્રગતિમાં એના વહીવટ કર્તાઓનો મોટો ફાળો હોય છે. એમાં એમની કાબેલિયત પર આધાર રહે છે. એમાં કંપનીમાં કામ કરનારનો વહીવટ કરનારાઓમાં વિશ્વાસ અને આદર હોવો જરૂરી હોય છે. કંપનીમાં કામ કરનાર એના નોકરીયાતો ખુશ અને સંતોષી હોવા જોઈએ. એમની સાથેનો ઉપરી અને ઉચ્ચ વહીવટ કરનારાઓનો અભિગમ ઉમદા હોવો જોઈએ. તોજ કામ કરનારાઓનો ઉત્સાહ વધે અને કંપનીને સફળતા મળે . કંપનીની ઉદારતા અને કદર કંપનીનું ઉત્પાદન વધારવા મદદ રૂપ બની રહે છે.
તે ઉપરાંત કંપનીના વડાઓમા નીતિમત્તા પણ હોવી અગત્યની છે. જે કંપનીના કામદારોમાં દાખલો બેસાડે છે. કંપનીની સફળતામાં કામદારોની પસંદગી પણ અગત્યની છે. કામદારો પણ પ્રામાણિક અને કામ પ્રત્યે લગાવ હોવા વાળા હોવા જોઈએ અને એમના નેતામાં વિશ્વાસ અને આદર હોવો જોઈએ . એમને ખાતરી હોવી જોઈએકે કંપનીની સફળતામાં એમનું ઉત્તમ ભવિષ્ય સમાયેલું છે. સારી કંપનીના નેતા અને કામદારોએ એક ટીમ તરીકે કામ કરવાની અવશ્ક્યતા હોય છે. કામમાં કામદારોને પણ સૂચવવાનો હક્ક હોવો જોઈએ.
નેતામાં પણ પોતાનું સપનું સાર્થક કરવાની તીવ્ર ઈચ્છા હોવી જોઈએ જે કામદારો માટે પ્રેરણારૂપ બની રહે. નેતાના કામમાં એના કુટુંબનો , મિત્રોનો અને સમાજનો પણ સાથ હોવો જરૂરી છે. જે નેતાની શક્તિને વધારી શકે એવું આદર્શ વાતાવરણ ઉભું કરી કંપનીની સફળતામાં મદદ રૂપ બની રહે . વેપારમાં ઘણી વાર તર્ક કરતા સાહસિકતા વધારે ઉપયોગી બની શકે છે જે સફળતામાં મોટો ફાળો આપેછે. અસફળતાનો ડર, શંકાઓ અને અનિશ્ચતાને સાહસિકતા જ પાર કરી શકે છે.
કંપનીની સફળતામાં કંપનીની બનાવેલી વસ્તુઓને વાપરનારાઓનો અને એમના સલાહ સૂચનો તથા કંપનીના આર્થિક નિયંત્રણો પણ અગત્યના હોય છે. આધુનિક યુગમાં નાના ઉધોગોનું જયારે મહત્વ વધતું જાય છે ત્યારે એના વહીવટમાં આર્થિક સહાય સાથે એને ચલાવનારા નેતાઓ અને કામદારોમાં જે અગત્યના ગુણો જરૂરી છે તે જાણવું જરૂરી છે.
***************************************************
No comments:
Post a Comment