આદર્શ ભારથા
પત્નીને સંસ્કૃતમાં ભારથા કહેવામાં આવે છે. એટલેકે આદર્શ પત્ની પુરુષનો ઉદ્ધાર કરી શકે છે આપણામાં કહેવત પણ છેકે એક પુરુષની સફળતા પાછળ એક સ્ત્રી એટલેકે પત્ની હોય છે. આથી સારી પત્ની મેળવવી એક સારા નસીબની નિશાની છે. એકસારી પત્ની પોતાના પતિના કુટુંબને પણ સુખી કરી શકે છે. જ્યારે ખરાબ પત્ની પતિના કુટુંબ અને ભવિષ્યને રોળી શકે છે.
આદર્શ પત્ની માટે કોઈ વ્યાખ્યા નથી પણ એના ગુણોથી પણ માપી શકાય છે. પત્ની જો પ્રેમાળ અને કુટુંબ પ્રત્યે લાગણીઓ ધરાવતી હોય તો દરેક ચીજોમાં સમાધાન કરનારી હોય તો કુટુંબમાં ક્લેશ ઓછો થાય છે. એને માટે એ વધારે વખત એના પતિને આપી એને સમજવા પ્રયત્નશીલ હોવી જોઈએ.
જીવનમાં સફળતા માટે પતિને હંમેશા ટેકો અને એના કામમાં પ્રોત્સાહિત કરતી હોવી જોઈએ. ટૂંકમાં પતિની સફળતામાં જ પોતાની સફળતા નિહાળતી પત્નીની દ્રષ્ટિ હોવી જોઈએ . પત્ની માટે પતિ અને એનું કુટુંબ પ્રાથમિક હોવું જોઈએ.
પતિ પત્નીનો સબંધ મિત્રતા ભર્યો હોવો જોઈએ અને એક બીજા પ્રત્યે માન અને આદરથી જોવાથી સમાજમાં પણ સારી છાપ ઉભી થાય છે. એમાં પત્નીની ભૂમિકા મહત્વની હોય છે. પતિને જિંદગીમાં સંગર્ષ કરવો પડતો હોય છે. એસંગર્ષમાં પત્નીએ પણ પ્રશ્નોના ઉકેલમાં પતિને સહાય કરવી આવશ્યક છે. આથી જીવન સંગ્રામમાં પતિ પત્નીએ એક ટીમ તરીકે કામ કરવાની જરૂરિયાત છે.
પતિ પત્નીની વચ્ચે રંગીલા અને રોમાંચિત સબંધ નહિ હોય તો જીવન શુષ્ક બની રહે છે. પત્ની અને પતિ વચ્ચે વિચારોની આપલેમાં તદ્દન સ્પષ્ટતા હોવી જરૂરી છે જેથી પત્ની પતિને એના શ્રેષ્ટ ગુણો અને હોશિયારીને બહાર લાવવામાં મદદરૂપ થઇ શકે. પતિને શાંતિથી સાંભળીને યોગ્ય સલાહ સૂચન આપી પતિને એના ધ્યેયોને સિદ્ધ કરવામાં મદદરૂપ થવામાં પણ પત્ની મોટો ભાગ ભજવી શકે છે.
પત્નીના વિચારો સકારત્મક અને પ્રામાણિક હોય તો એ પતિની સફળતામાં મહદ અંશે ભાગીદાર બની શકે છે. ભારતની સંકૃતિમાં મહદ અંશે મહાન વ્યક્તિઓની સફળતામાં એમની પત્નીના ફાળાને હંમેશા નવાઝવામાં આવ્યો છે. એજ ભારતીય સંસ્કૃતિની મહાનતા છે.
*******************************
No comments:
Post a Comment