મરી મસાલા
જુના જમાનાથી ભારત એના મરી મસાલા માટે જાણીતું હતું અને એથી જ યુરોપના દેશો મરી મસાલા એટલેકે કાળું સોનુ અને અને સમૃદ્ધિ પ્રત્યે ભારત પ્રત્યે આકર્ષાયા હતા. એની શોધમાં યુરોપીઅન લોકો ભારત આવ્યા અને અંતે ભારત ઇંગ્લેન્ડ, પોર્ટુગીઝ , અને ફ્રેન્ચ લોકોનું સંસ્થાન બની રહ્યું. અંતે ઇંગ્લેન્ડે ભારત પર કબજો જમાવ્યો અને દીવ , દમણ , ગોઆમાં , પોર્ટુગીઝોએ પગદંડો જમાવ્યો. ફ્રેન્ચોએ પણ ચંદ્રનગર અને પોન્ડિચેરીમાં પોતાના સંસ્થાન સ્થાપ્યા.
ભારતની સમૃદ્ધિ અને મરી મસાલા ભારત માટે શાપ રૂપ બની રહ્યા. સમૃદ્ધિતો અંગ્રેજો લૂંટી ગયા અને ભરપૂર મરી મસાલા અહીંથી લઇ જતા રહ્યા.
મરી મસાલામાં શું ખૂબી છે એના ઉપયોગ પરથી અને એના ગુણો પરથી જાણી શકાય છે. એમાં તજ જે ઝાડની છાલ છે એનો ઉપયોગ ચાહના મસાલામાં ઉપયોગ થાય છે. તે ઉપરાંત તે વિવિધ વાનગીઓ તૈયાર કરવાંમાં ઉપયોગી હોય છે. તાજનો વઘારમાં પણ ઉપયોગ થાય છે. જેથી વાનગી સુગંધી અને સ્વાદિષ્ટ બને છે. તજ એન્ટિસેપ્ટિક છે અને ફૂગનો નાશ કરે છે. તે ઉપરાંત એનો ઉપયોગ અપચો, ગેસ , કોલોસ્ટ્લ જેવી બીમારી ને દૂર કરવાંમાં થાય છે .
મરીનો ઉપયોગથી રસોઈમાં સ્વાદ અને સુગંધ લાવેછે. અને બીજી રીતે ગુણોમાં ઠંડા અને તીખા હોય છે. એમાં બે જાતના મરીઓ હોય છે સફેદ અને કાળા.એનો ઉપયોગ શરદી ,ઉધરસ ,તાવ , ગળાના આંતરડાના અને મરડા જેવા રોગોમાં કામ આવે છે. વજન પણ ઉતારવામાં મરી ઉપયોગી બને છે. બજારમાં મરીની કિંમત ઘણી સારી છે.
અજમો પાચનમાં સુધારો કરે છે.એનો ઉપયોગ શરદી,ખાંસી ,અસ્થમા, કોલેરા ,ઝાડા જેવા રોગોમાં થાય છે.
લવિંગ દાંતના દુખાવાને દૂર કરવામાં ઉપયોગ થાય છે. તે ઉપરાંત છાતીનો દુખાવો , અપચો , તાવ , ઉધરસ અને શરદીમાં પણ ઉપયોગ થાય છે.
આદુનો ઉપયોગ રસોઈમાં સ્વાદ સુધારવામાં થાય છે. તે ઉપરાંત એનો ઉપયોગ ઉલટી ,કબજિયાત .હાઇપરટેંશન જેવી બીમારીઓમાં થાય છે. તે ઉપરાંત એનો ઉપયોગ દાળ , શાક , અને ચટણીને સ્વાદિષ્ટ બનાવવામાં પણ થાય છે.
આમ મરી મસાલા રસોઈ અને અનેક બીમારીઓમાં થાય છે. એથી એની મહત્વતા વધુ છે.
************************************
No comments:
Post a Comment