એકાંત અને એકલતા
જીવનમાં એટલા બધા પ્રશ્નો હોય છે અને જીવન એટલું ગતિશીલ અને હરીફાઈઓમાં ગૂંચવાયેલું હોય છે કે આજકાલ માણસોને એકલા કે પછી એકાંત મળવું મુશ્કેલ બની ગયું છે. શરૂઆતમાં એટલેકે વિદ્યાર્થી અવસ્થામાં ભણતર, ત્યારબાદ નોકરી ધંધા સાથે ગ્રહસ્થિમાં, અને અંતે ઘડપણમાં એના અસ્તિવ અને વ્યક્તિવ જાળવવાની ગડમથલમાંથી પોતાના અને અને દુન્યવી પ્રશ્નો વિષે બહુ ઊંડાણથી વિચારવાનો વખત જ મળતો નથી. એથી એનું મનુષ્ય જીવન મશીનમય વીતી જાય છે. આથી જીવનના પ્રશ્નો, એને સંગર્ષ અને દુઃખથી ભરી દે છે. આવા સંજોગોમાં એને વિચાર કરવાનો સમય જ ક્યાં મળે છે?
વિચાર કરવા માટે પણ એકાંતની જરૂરત પડે છે. તે પણ એને મળતું નથી. એવું કહેવાય છેકે માણસ જીવી જાય છે એ અગત્યનું નથી પણ કેવું જીવે છે એ અગત્યનું છે. પરંતુ માણસને એ બાબતમાં વિચારવા માટે એકાંતની જરૂર હોય છે. એકાંત એ જીવનમાં આવશ્યક છે કારણકે એ મનુષ્યને આત્મમંથનની તક આપે છે. તમારા ખોટા પગલાંઓને સુધારવાની તક આપે છે. માનવીય વીટમ્બણાના ઉકેલોમાં મદદ કરી શકે છે. આથી એકાંત થોડા સમય માટે મેળવવું પડે છે. આથી એકાંત માંગેલી વસ્તુ બની શકે છે.
જયારે એકલતા ઘણીવાર માણસે માગેલું હોતું નથી પણ લાદવામાં આવેલું હોય છે. એકલતા માણસને વિહ્વળ કરી નાખે છે. એને ઘણીવાર ભારરૂપ બની જાય છે. દુઃખનું કારણ બની જાય છે. ઘણીવાર માણસને એકલતાને લીધે જીવન નિરસમય લાગે છે અને એની તંદુરસ્તીને પણ અસર થાય છે. અને એને દુનિયાથી દૂર કરી નાશ તરફ દોરી જાય છે.
આથી એકાંત મનુષ્ય માટે ઉપયોગી બને છે પરંતુ એકલતા ઘણીવાર અનેકઃ દુઃખોનું કારણરૂપ બની રહે છે.
**********************************************
No comments:
Post a Comment