મનોમંથન
ચિંતા એ એવી વસ્તુ છે ઘણીવાર કાલ્પનિક હોય છે. અને એના પર માનવીનો કોઈ અંકુશ નથી. એથી જ ચિંતાને ચિતા સમાન ગણવામાં આવે છે. ખોટી ચિંતા એ સમયનો વ્યર્થ છે. તે ઉપરાંત ઘણી વાર ચિંતા માનવીની તંદુરસ્તી પર અસર કરે છે અને માનવીની કામ કરવાની શક્તિને વ્યય કરી નાખે છે. આથી ચિંતાથી દૂર રહેવાની જરૂર છે.
એજ પ્રમાણે માનવીની ધન માટેની દોડ પણ ગાંડપણ છે. ધન માણસને ફક્ત થોડી સગવડો અપાવી શકે છે પરંતુ એ માનવીને સન્માન , સંસ્કૃતિ , પ્રેમ , અને ધીરજ આપી શકતા નથી. એનાથી સંપૂર્ણ શારીરિક અને માનસિક તંદુરસ્તી પણ ઉપલબ્ધ થતી નથી. બીજા અર્થમાં ધન હોવા છતાં ઘણા દાખલાઓ છે કે જેમાં ધનવાનો તેમના ધન ને માણી શક્યા નથી.
માનવીએ હંમેશા એના વર્તમાનમાં જ રહેવું જોઈએ . ભૂતકાળમાં જવાની થયેલી ભૂલોને લીધે દર્દની અનુભૂતિ થાય છે. ભવિષ્યની યોજના પણ ઘણી વાર વર્તમાનમાં ઘડી શકાય છે. વર્તમાનના વિકટ પ્રશ્નોનો સામનો પણ વર્તમાનમાં રહેવાથી વધારે શક્તિ પૂર્વક કરી શકાય છે.
માનવી સારા કર્મો કરે તો એને સારા પરિણામો મળે છે. તે ઉપરાંત જે લોકો વિકટ સંજોગોનો સામનો કરીને કદી પણ નિરાશ થતા નથી એવાને જ સફળતા મળે છે. ટૂંકમાં સારા કામો કરવાથી હંમેશા સારા ફળો મળે છે.
જીવનમાં ક્રોધને કાબુમાં રાખવાની જરૂરત છે. કારણકે કે ક્રોધ તો થોડા વખતમાં ચાલી જશે પણ એ દરમ્યાન બોલેલા શબ્દો બીજાને જીવનભર યાદ રહે છે અને એ તમારા દુશ્મન બનીને રહે છે.
ઘણીવાર જયારે માનવી કુદરતનો પ્રકોપ જુએછે ત્યારે એને ખાતરી થાય છે કે આ દુનિયામાં ઘણી વસ્તુઓ પર એનો કોઈ કાબુ નથી. અને એને પ્રશ્ન થાય છે કે એ કોણ છે? પરંતુ જયારે એ પ્રકોપ પસાર થઇ જાય છે અને બધું શાંત થઇ જાય છે એટલે માનવીઓની એની અણસમજ પાછી જાગૃત થઇ જાય છે અને એ કુદરતની છેડછાડ શરૂ કરી દે છે. કુદરત પણ એના અપરાધને છોડતી નથી વારેઘડીએ પૃથ્વી પર વિનાશ નોતરે છે. હવામાનનો બદલાવ પણ એનો જ એક દાખલો છે. કેટલી જગાએ અસહ્ય ગરમી અને કેટલી જગાએ અસહ્ય ઠંડી. તેઉપરાંત સર્વત્ર પૂર અને વાવાઝોડા એ પણ કુદરતી પ્રોકોપ જ છે.
આથી માનવી એ દરેક બાબતમાં યોગ્ય આત્મસંધોધન કરવાની જરૂર છે.
******************************************