એલોન મસ્ક
એલોન મસ્ક અમેરિકાના અબજોપતિ ધનવાન અને અગ્રગણ્ય ઉદ્યોગપતિ પણ છે. એમનામાં લક્ષ્મી અને કાબેલિયતનો સંગમ છે. તેઓ રોકેટ, ઇન્ટરનેટ , સ્પેસ, ઇલેક્ટ્રિક મોટરકાર, ઉદ્યોગમાં અને હવે સોશ્યિલ મીડિયામાં ટ્વિટરના પણ માલિક છે.
તેમની સોચ બહુજ અજીબ છે. અને એમની સાહસિકતાની કોઈ સીમા નથી . ઘણા એમને વિચિત્ર માનવી તરીકે પણ ઓળખે છે પરંતુ એવા માણસોજ દુનિયામાં કૈક નવું આપી જાય છે. તેઓની કલ્પના શક્તિ અજબની છે. તેઓ દુનિયામાં આવનારા ભવિષ્યને પણ જોઈ શકે છે . આથી એમની ચાલ એ રીતે જ ચાલે છે. ટ્વિટરને ખરીદતી વખતે તેમણે વિચાર્યું હતું કે ટ્વિટર વિરોધી વિચારો પ્રત્યે સહિષ્ણુ નથી એથી એમાં સુધારો લાવવો જરૂરી છે. આથી એમણે ટ્વિટરના સ્ટાફ સહીત એનું નામ પણ બદલી નાખ્યું છે ( એનું નામ' એક્સ ' રાખ્યું છે)
મસ્ક માને છે કે જે લોકો એની વિચારધારાને વરેલા હોય અને વફાદાર હોય એવા માણસો સાથે જ કામ કરવું . રશિયા અને યુક્રેઈનની લડાઈમાં એમણે ઉક્રેઈંનને ઈન્ટરનેટ કવર પુરુપાડી મદદ પણ કરી છે. ઘણા એમને વિચિત્ર વ્યક્તિ પણ કહે છે પરંતુ વિચિત્ર માણસો જ દુનિયામાં કૈક આપી જાય છે. અને વિચિત્ર માણસો જ બીજા કરતા કૈક જુદુંજ વિચારતા હોય છે ,એટલે બીજા સાથે મેળ કરી શકતા નથી.
મસ્કનું બાળપણ ઘણુંજ મુશ્કેલ હતું. એમને એમની માંએ ઉછેરેલા હતા. શાળામાં પણ એમને સહન કરવું પડ્યું હતું . એથી બહુજ મુસીબતોમાંથી તેઓ આગળ આવ્યા છે. મસ્કને 'આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સમાં' બહુ વિસ્વાસ નથી કારણકે એ એમની અને માનવીય હોશિયારીને પડકાર રૂપ છે.
મસ્કએ 'ઓન લાઈન' બેન્કિંગ સેક્ટરમાં પણ ફાળો આપ્યો છે જે આગળ જતા ' પે પાલ ' તરીકે ઓળખાય છે. આજ બતાવે છકે મસ્ક કોઈ પણ ઉદ્યોગમાં કયારે પણ દાખલ થઇ શકે છે. એજ એમની કાબિલિયતનો નમૂનો છે.
********************************
No comments:
Post a Comment