દારૂનું દુષણ
દરેક વસ્તુના ગુણ અને અવગુણ એના ઉપયોગ કરનાર પર આધાર રાખે છે.દારૂપણ એના ઉપયોગ અને ઉપભોક્તાઓના અનાચારને કારણે વધારે બદનામ થઇ ગયો છે. એનો ઉપયોગ નિયમનમાં કરવામાં આવે તો માનવ સમાજને દવા તરીકે ઉપયોગી થઇ શકે છે. એક પ્રખ્યાત લેખકે લખ્યું છે કે' થોડો દારૂ પીવાથી કઈ લાભ થતો હોય તો એ નુકશાન કારક નથી'. મૂળમાં લાગણીશીલ, નશાકારી અને વધારે તંગ રહેતા માણસોના એના વધારે પડતા સેવનથી પણ દારૂ વધારે બદનામ થયો છે. ગરીબો માટે તો એમની કારમી આપવીતીઓને કારણે દારૂને શરણે જવું પડે છે. જયારે ધનવાનો માટે દારૂઘણીવાર સમય પસાર કરવાનું કારણ બની જાય છે. ગરીબો માટે એના કુટુંબો માટે પીડાનું સાધન બની જાય છે. જયારે ધનવાનો માટે ઘણીવાર એમની સમૃદ્ધિના નાશનું પણ કારણ બની જાય છે. મૂળમાં અધિક અને વધારે માત્રામાં એનો ઉપયોગ માણસ અનેસમાજ માટે શાપ રૂપ બની જાય છે.
ગાંધીજીથી માંડીને બધા વ્યહવારું અને બુદ્ધિશાળી માણસો દારૂ અને એના દુષણોને લીધે એનો વિરોધ કરતા રહ્યા છે. અમેરિકા અને રશિયા જેવા દેશો પણ દારૂ નિયમનનો પ્રયોગ કરી ચુક્યા છે.પરંતુ લોકોના અસહકારને લીધે એમને નિષફળતા મળી હતી. રશિયાના એક વખતના સરમુખત્યાર ક્રુશ્ચોવ ભારતને પ્રવાસે આવ્યા હતા તે વખતે તે વખતના મુંબઈ રાજ્યના મુખ્ય પ્રધાન મોરારજીભાઈએ એમના હાથમાં એક પરમિટ પધરાવી દીધી હતી કારણકે મુંબઈ રાજ્યમાં દારૂબંધી હતી. એમનો ઉદ્દેશ પરદેશી મહેમાનને દારૂ વગર તકલીફ ન પડવી જોઈએ. પરંતુ ક્રુશ્ચોવે એ પરમીટ પરત આપતા એમને અભિનંદન આપ્યા કહ્યું ' અમે બહુ પ્રયત્નો દારૂબંધી માટે રશિયામાં કર્યા છે પરંતુ નિષફળ નીવડ્યા છે. અહીએ દારૂબંધી છે એ આનંદની વાત છે. હું આ રાજ્યમાં કાયદાનું પાલન કરીશ'.
અમેરિકા જેવા સમૃદ્ધ દેશમાં પણ કેટલાએ લોકો દારૂના વધુ સેવનથી મરી જાય છે. દારૂ પીને વાહનો ચલાવવાથી અકસ્માતોમાં મરી જાય છે. અમેરિકામાં વર્ષે ૧૫૦૦૦૦ માણસો દારૂના કારણે મરે છે. અને અમેરિકામાં દારૂ મૃત્યુનું એ ચોથું મોટું કારણ બની ચૂક્યું છે. દારૂના વધુ સેવનને અટકાવવા કેટલીઓ દવાઓ કાઢી છે પણ એની કોઈ અસર નથી.
દારૂબંધીથી ગરીબોની ગરીબી દૂર થઇ છે એમ સરકારી આંકડાઓ કહે છે. કારણકે દારૂ પાછળ વેડફાતા નાણાઓ સમાજ અને કુટુંબો માટે વપરાતા થયા છે. ઘણા બુદ્ધિશાળીઓ અને ધનવાનો પણ દારૂબંધીના વિરોધી છે. એ લોકો માને છેકે કાયદાથી દારૂ પીતા લોકોને રોકી શકાય નહિ. ધનવાનો પોતાના સાધનોને કારણે ગમે ત્યાં જઈ,દારૂ પી શકે છે. અને ગરીબોતો સસ્તો અને દેશી દારૂપીને ચલાવી લે છે. એમાં ઝેરી દારૂ પીવાથી સેંકડો ગરીબ માણસો મારી મરી ચુક્યા છે. આથી લોકોના સહકાર વગર દારૂની બદીને દૂર કરવી મુશ્કેલ છે. એટલે ઘણા દેશોમાં દારૂબંધી નિસ્ફળ નીવડી છે. એ બદીની બાબતમાં સામાજિક અને શિક્ષણિક ઝુંબેશ જરૂરી છે. ગાંધીજી ભારતની ગરીબીજોઈને અને એનું કારણ દારૂની બદીને પણ જણાવ્યું હતું. એથી જ તેઓ ભારતમાં દારૂબંધીનામોટા હિમાયતી હતા . પૂર્વ વડા પ્રધાન મોરારજીભાઈ પણ દારૂબંધી મોટા હિમાયતી હતા કારણકે તેઓ માનતા હતા કે ગરીબી દૂર કરવામાં દારૂબંધી મોટો ભાગ ભજવી શકે છે. દારૂબંધી બાદ રસ્તા પર દારૂના નશામાં ઝુમતા લોકો ઓછા થઇ શકે છે. અને કાયદાકીય પરિસ્થિતિમાં સુધારો થઇ શકે છે એ પણ એક સત્ય છે.
તે છતાં દારૂની બદીને દૂર કરવા માટે લોકજાગૃતિ , લોકસહકાર , અને લોકોને શિક્ષિત કરવાની વધુ જરૂરી છે.
***************************
No comments:
Post a Comment