ભારતની શિક્ષણ પદ્ધતિ - બ્રિટિશ રાજ પહેલા
બ્રિટિશરો ભારતમાં વેપારી તરીકે આવ્યા અને ભારતની આંતરિક પરોસ્થિતિનો લાભ લઇ ભારતમાં પોતાનું રાજ જમાવી લીધું. પરંતુ તે વખતે ભારતની જાહેજલાલી ટોચ પર હતી. એટલેકે આપણા સાધનો અને લોકોનો લાભ લઈને પોતાનું રાજ જંમાવી લીધું.
1858 માં ભારતમાં શિક્ષણનું પ્રમાણ ઉત્તરમાં 98 % એન્ડ દક્ષિણમાં 100% હતું. આ સર્વે પણ બ્રિટિશ પાર્લામેન્ટે મોકલેલ એક સભ્ય મોકાલેનું જ હતુંએમનું કહેવું હતું કે તે વખતે ભારતમાં એક પણ ભિખારીને જોયો ન હતો. અને એની શિક્ષણ પદ્ધતિ ઉત્તમ હતી. તે વખતે ભારતમાં આશરે 732000 ગુરુકુળ હતા અને તેઓ આખા દેશમાં પથરાયેલા હતા. ગ્રામોદ્યોગઓ સારા દેશમાં વિકસિત થયેલા હતા. અને ભારતનો માલ પરદેશમાં વેચાતો હતો. લોકોનું વ્યક્તિવ બહુ ઉંચુ હતું. દુનિયાના વેપારના જીડીપીના 30 % જેટલો ભારતનો વેપાર હતો.
તે વખતે ગુરુકુલોમાં 50 થી વધારે વિષયોનું જ્ઞાન આપવામાં આવતું હતું. તેમાં મહત્વના અને આધુનિક વિષયોમાં ધાતુ વિદ્યા , વાયુ વિદ્યા,સ્પેસ સાયન્સ , સૂર્ય વિદ્યા , મેઘ વિદ્યા ,( હવામાન વિદ્યા ), બેટરી વિદ્યા ( પદાર્થ વિજ્ઞાન ), સૂર્ય શક્તિ, ભૂગોળ વિદ્યા , કાળ વિદ્યા. એસ્ટ્રોનોમી , વીમાન જ્ઞાન.અગ્નિ વિદ્યા , વેપાર શાસ્ત્ર , ખેતી શાસ્ત્ર , પ્રાણી શાસ્ત્ર, વાહન ડિઝાઇનિંગ , રત્ન શાસ્ત્ર , કાપડ ઉદ્યોગ , ઘરેણાં બનાવટ , લુહારુ જ્ઞાન , ડેરી ઉદ્યોગ , આર્કિટેક્ટ , પાક શાસ્ત્ર , નદી મૅનેજમેન્ટ ,વન મૅનેજમેન્ટ , અને આંકડા શાસ્ત્ર જેવા વિષયનું જ્ઞાન પણ સામેલ હતા .
અને અનુસંધાનમાં મોકાલેનું કહેવું હતું કે આપણે ભારત પર રાજ કરવું હોય તો એમની શિક્ષણ પદ્ધતિનો નાશ કરવો પડશે અને જે કઈ ઇંગલિશ છે એજ શ્રેષ્ટ છે એમ ભારતીયોના મગજમાં ઠસાવવું પડશે. ભારતીયોના મગજમાં માનસિક રીતે એ ઠસાવવા માટે ઇંગલિશ શિક્ષણ પદ્ધતિ દાખલ કરવી પડશે.
આવી રીતે અંગ્રેજોએ ભારતના લોકોના માણસને ગુલામ બનાવી દીધું . અને આપણા વિશાળ દેશ પર એ લોકો ૨૦૦ વર્ષો રાજ કરી ગયા. આપણા દેશની એક કમનશીબી છે કે આપણે આજે સ્વતંત્ર છે પણ કેટલાએ લોકો હજુ પણ અંગ્રેજોએ રોપેલા ગુલામી માનસમાં હજુ પીડાઈ રહયા છે. એમાંથી એ લોકો જેટલા જલ્દી બહાર આવશે એટલી ભારતની પ્રગતિમાં વધારો થશે.
********************************************