ચાહ
દુનિયામાં ચાહ જેવું કોઈ પ્રખ્યાત પીણું નથી. ચીનથી માંડીને તે અમેરિકા સુધી અને ઉત્તર ધ્રુવથી તે દક્ષિણ ધ્રુવ સુધી પીવાય છે. સવારના કે પછી મોંડી રાત સુધી લોકો એની ચુસ્કી લેતા હોય છે અને તાજાંકી મેળવતા હોય છે. ગરીબથી તે ધનવાનોમાં ચાહ પ્રિય છે. એથી એ દુનિયાનું સર્વ માન્ય પીણું બન્યું છે. ચાહ છોડો ડુંગરોના ઢાળ પર ઉગતા હોય છે એનું મુખ્ય ઉત્તપાદન ચીન અને ભારત જેવા દેશોમાં થાય છે.
ચાહ માં એવું શું છે કે જેથી આટલું લોકપ્રિય પીણું બની ગયું છે? એમાં કોફીનનું તત્વ રહેલું છે જે તાજગી અને ઉત્તેજના આપે છે. માનવીને નવીન શક્તિ આપે છે. પરંતુ એનો કેફ દારૂ જેવો વધારે જલદ નથી. કેટલાક ચાહ ને દૂધ સાથે પણ પીએ જ્યારે કેટલાક દૂધ વગરની ચાહના ગરાળી છે. હવે ઘણી ફ્લેવરોમાં ચાહ મળવા માંડી છે. ટૂંકમાં ચાહ દુન્યવી પીણું બની ચૂક્યું છે.
ચાની લત દારૂથી ઓછી હોતી નથી. ઘણા લોકોતો આંઠથી દસ કપ ચાહ દિવસના પી જતા હોય છે. ઘણાલોકો એનો ઉપયોગ નિદ્રાથી બચવા પણ કરતા હોય છે જયારે ઘણા ચાહ પીને ઘસઘસાટ ઉંધી પણ જતા હોય છે. એક વાત ચોક્કસ છે કે વધારે પડતી ચાહ પીવાથી શરીર માટે નુકશાન કરતા પણ છે.
વધારે પડતી ચાહ પીવાથી ઘણી વાર બેચેની વધે છે અને શરીરની તંદુરસ્તીને નુકશાન પણ થાય છે. તે ઉપરાંત લાંબેગાળે ઊંઘને પણ નુકશાન થાય છે. વધારે પડતી ચાહ પીવાથી પેટને લાગતા રોગો થવાની પણ સંભાવના છે. પેટમાંથી ઉબકા આવવા પણ માંડે છે. ગર્ભવતી સ્ત્રીઓએ પણ ચાહ થી દૂર રહેવું જોઈએ. કારણકે એ ચાહની આડ અસરની ભોગ બની શકે છે.
મૂળમાં વસ્તુનો ઉપયોગ મર્યાદામાં થવો જોઈએ નહીતો એ શરીરને નુકશાન પહોંચાડી શકે છે .વસ્તુ મર્યાદામાં ખરાબ હોતી નથી પણ એનો અતિશય ઉપભોગ માનવીને નુકસાન પહોંચાડી શકે છે.
******************************************
No comments:
Post a Comment