ચિંતકોનું મનોમંથન
ઘણા ચિંતકોએ વધતી જતી વયના પ્રશ્નો પર હળવું હાસ્ય ઉત્પન્ન કરેલું છે. માર્ક ટ્વેઇન કહે છેકે 'જેમ મારી ઉંમર વધતી જાય છે . તેમ મને નહિ બનેલી વાતો યાદ આવે છે.' એ એક વિચિત્ર વાત છે. જ્યારે લિઓ રોસનબેર્ગ કહે છે વૃદ્ધાવસ્થામાં પહેલા લોકોના નામની વિસ્મૃતિ થાય છે. લોકોના ચહેરાઓ ભુલાઈ જાય છે. છેલ્લે તો પાટલૂનની ઝીપ ઉતારવાની અને ચઢાવવાની પણ વિસ્મૃતિ થાય છે. એક બીજા ચિંતક સર નોર્મન વિશદમ કહે છે. 'વૃદ્ધાવસ્થામાં ત્રણ વસ્તુ બને છે. પહેલા તમારી યાદશક્તિ ચાલી જાય છે અને બીજી બે સમસ્યા યાદ નથી આવતી.
મૌરિસ કોલ્લી બહુ સરસ રીતે વૃદ્ધાવસ્થા વિષે કહ્યું છે કે ' વૃધ્દ્ધાવસ્થા એટલી ખરાબ નથી જો તમે બીજી કોઈ પ્રવૃત્તિઓ વીશે વિચારો. એટલે કે વૃદ્ધ વયમાં તમારી ઇન્દ્રિઓને પ્રવૃત્તિમય રાખોતો તમારા સ્વાથ્ય માટે પણ સારું રહે અને સમય પણ સરળતાથી પસાર થાય. માર્ક ટ્વેઇન કહે છેકે ' જ્યારે તમારા મિત્રો કહેવા માંડે કે તમે બહુજ યુવાન દેખાવ છે ત્યારે તમારે સમજવુંકે ' વૃદ્ધ અવસ્થા આવવાની એ નિશાની છે.
^***************************************
No comments:
Post a Comment