સુવર્ણ ભંડાર -પૃથ્વીના પેટાળમાં
પૃથ્વી પાર ઊંડામાં ઊંડો ખાડો બ્રાઝિલમાં છે. અને એ 'મોરો વેલહો 'નામે ઓળખાય છે. એનું ઊંડાણ ૬૭૨૫ ફીટ જેટલું છે. એના તળિયે ઉષ્ણતામાન ૧૧૭ ડિગ્રી છે.
'મોરો વેલહો' એ ફક્ત ખાડો નથી પણ એક સમૃદ્ધ સોનાની ખાણ છે, જે ૧૮૩૪ થી અસ્તિત્વમાં છે. ૧૧૭ ડિગ્રીમાં કામ કરવું ખાણિયાઓ માટે અશક્ય છે. એથી એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે ખાણિયાઓ ઓછી ગરમીમાં ત્યાં કામ કરી શકે. આથી અંદર ઉષ્ણતામાન ૯૮ ડિગ્રી જેટલું રહે.
બહારનું ઉષ્ણતામાન આશરે ૬૮ ડિગ્રી જેટલું રહે છે, પણ એને શક્તિશાળી પંખા દ્વારા ૪૨ ડિગ્રી જેટલું ઠંડુ કરવાંમાં આવે છે. નીચે તટિયે પહોંચતા પહોંચતા રસ્તામા ગરમી વધતી રહે છે એનું કારણ અંદરના ગરમ ખડકો અને પંખાના કોમ્પ્રેસરો જવાબદાર હોય છે. તે છતાં ખાણિયાઓ પ્રતિકૂળ ગરમ વાતાવરણમાં સોનુ કાઢતા રહેતા હોય છે.
આજ બતાવે છે કે મનુષ્યો દુનિયાની કિંમતી ધાતુ મેળવવા માટે કેટલા ઊંડાણ સુધી પૃથ્વી ને કોતરી કાઢે છે. પછી પૃથ્વી એનો કાળ કુદરતી આપત્તિ જેવી કે ધરતીકંપ દ્વારા બહાર કાઢે જ ને. આવાતો અનેક જાતના અત્યાચારો મનુષ્યો આ ધરતી પર કરતા રહે છે.
ભયંકર ધરતીકંપો , નદીના પૂરો , સાગરના તોફાનો , હવાના તોફાનો , અતિ વરસાદનો કોપ અને દુકાળો આ બધા મનુષ્યના કુદરત પરના અત્યાચારોને જ આભારી છે. જેને હવે હવામાનના બદલાવને નામે ઓળખવામાં આવે છે. આથી માનવ જાતે કુદરતના ખજાનાને લૂંટવામાંથી હવે પાછા વળવાનો વખત આવી ગયો છે.
*********************************