Wednesday, June 12, 2024

 


મજૂરી - ચીનની  રીતે 

                                               

                                ચીન એક સરમુખત્યારી પર ચાલતો દેશ છે. ત્યાં સરકાર જે કઈ કામ  આપે તે કામ કરવું પડે છે. એમાં  પસંદગીનો સવાલ બહુ ઓછો હોય છે.  એનો અર્થ દુનિયા જેને જબરજસ્તી મજૂરી કહે છે એવી મજૂરી પણ અસ્તિત્વમાં ત્યાં છે. 

                                 ચીનમાં ઝીનજિઆંગ પ્રાંત જ્યાં મુસ્લિમઓની  બહુમતી વસ્તી છે ત્યાં ચીને પોતાના અધિકારીઓને ગ્રામ વિસ્તારોમાં મોકલાવી લોકોની રહેણીકરણી અને એમના વિચારોને બદલવા માટે ઝુંબેશ ચલાવી છે. કોણાબજાર જેવા એક ગામમાં  ચીની અધિકારીઓ  વૈચારિક પ્રચારમાં  લાગેલા છે. તેમનો ઉદ્દેશ એ પણ છેકે જે ખેડૂતોને   ખેતી  તરફ અણગમો હોય તેમને  બીજી જાતના કામો તરફ વાળવા.  તેમને શિક્ષણિક  શિબિરો તરફ લઇ જવા જે બીજા અર્થમાં  અટકાયત કેમ્પ જેવા જ હોય છે. એવી વસાહતોને આંતકવાદ અને ધાર્મિક અસહિષ્ણતાને  નાબૂદ કરવા માટે પણ  ઉભી  કરવામાં આવી છે. પરંતુ એમાં લાખો  સ્થાનિક યિંઘુર  મુસ્લિમોનો ઉપયોગ જબરજસ્તી મજૂરી માટે પણ થઇ શકે છે. એટલા માટે અમેરિકા અને યુરોપીઅન યુનિયને પણ એવી મજૂરીમાંથી બનેલી વસ્તુઓની આયાત  પર પ્રતિબંધ મુકેલો છે . પૉલિસિલિકોન , પ્રોસેસ ટામેટા , અને કપડાં પણ એવી મજૂરી માંથી બનેલી વસ્તુઓમાં આવી શકે છે, જે ઝિંગજિયાન્ગમાથી  આયાત થાય છે.



                                                              આજ પ્રમાણે   નાના મોટા ગુનાઓમાં પકડાયેલા કેદીઓનો પણ ઉપયોગ જબરજસ્તી  મજૂરી કરવામાં આવે છે. તે ઉપરાંત જમીનો જવાથી પણ બેકાર ખેડૂતો બીજા કામો કરવામાં પ્રોત્સાહિત  થાય છે પછી ભલે એ કામો ઘરથી નજદીક હોય કે પછી દૂર હોય. લાચારીનો ઉપયોગ પણ જબરસ્તી  મજૂરી  માટે  થઇ શકે છે.



                                                                મૂળમાં સસ્તી મજૂરી  વેતન અને જબરજસ્તી  સસ્તું  સારું અને વધારે ઉત્પાદનમાં મદદ રૂપ બને છે. પરંતુ બીજા અર્થમાં એ મજૂરોનું શોષણ બની રહે છે.

          ચીનનો માલ જે આજે દુનિયામાં સસ્તો અને  સારા  તરીકે વેચાય છે એમાનું એક રહસ્ય  જબરજસ્તી મજૂરી પણ હોય શકે ?  

                                        ************************************************         

    


 

No comments:

Post a Comment