Saturday, June 1, 2024



આંદામાનની  આદિકાળની વસ્તી    

                                                            આંદામાનની આજુબાજુ સેંકડો નાના મોટા ટાપુઓ છે જેના પર હજુ  જંગલોમાં વસ્તી વસે છે જે આજની દુનિયાથી અલગ તેમનું અસ્તિત્વ જાળવી રાખ્યું છે. અને આદિ વખતની સંસ્કૃતિમાં જીવન જીવી રહ્યા છે. તેઓને માનવીઓ તેમને અને તેમની સંસ્કૃતિને ખલેલ પહોંચાડે તે પસંદ નથી. તેઓ તિર કામઠા કે  ભાલા જેવા  હથિયારથી સ્વરક્ષણ  કરે છે. તેઓને આધુનિક સંસ્કૃતિ અને એમની માનવજાત પ્રત્યે કોઈ લગાવ નથી. ઘણા  ભારતીય અને પરદેશી સાહસિકોએ તેમની અંદર ડોકિયાં કરવાનો પ્રયત્ન કર્યો છે પરંતુ તેમણે તેનો ઝનૂની રીતે સામનો કર્યો છે. એમની વસ્તી પહેલા હજારોમાં હતી તે સેંકડોમાં આવી ગઈછે.



                                      કેટલાક આધુનિક સંધોધન કરનારાઓએ એમાંથી યુક્તિઓ અપનાવી  થોડા ઘરડા અને બાળકોને આધુનિક સંસ્કૃતિમાં લાવવા પ્રયત્નો કર્યા એમાંના ઘરડાઓ મૃત્યુ પામ્યા અને યુવાનો અને બાળકોને એમની  વસ્તીમાં પાછા કરવા પડયા.  માર્કો પોલો  એ ટાપુઓ પર તેરમી સદીમાં ગયા ન હતા પણ એણે  લખ્યું  છે કે એ ટાપુ પર  રહેનારા લોકો  એકદમ જંગલી અને એકદમ નિર્દય છે.એમનું માથું, દાંતો , અને આંખો કુતરા જેવા લાગે છે. તેઓ જે કોઈ પરદેશી હાથમાં આવે તેને ક્રુરતાથી મારી ખાઈ જાય એવા હોય છે .૬૦૦ વર્ષ પછી આર્થર કોનન ડોયલે લખે છે કે ' અહીંના લોકોની આંખો  ખૂની અને  શેરલોક હોમ્સની નવલકથામાં આવતા ખૂનીના જેવી લાગે છે. એક જર્મન સંધોધકે તો એ આદિ પ્રજાને  આદિ ચિમ્પાનીસ જેવા જણાવ્યા છે. એક ભારતીય સંધોધક વિશ્વજીત પંડ્યાએ   એ પ્રજાની  આદિ કાળની કલા , પેઇન્ટિંગ અને અન્ય વસ્તુઓની  પ્રશંસા કરી છે.  ટૂંકમાં પરદેશીઓએ આંદામાનની એ આદિ પ્રજાની કાળી બાજુ પર પ્રકાશ નાખવા પ્રયત્નો કર્યા છે. 



                                                         એક વસ્તુ સત્ય છે છેકે એ આદિ પ્રજાને અલાયદીરીતે રહેવાનો માનવ હક્ક છે  એમાં જો કોઈ દખલ કરે તો તેમનો  સામનો કરવાનો એમના હક્કને કોઈ  વિરોધ કરી ન શકે.  તેઓ કોઈ પણ શસ્ત્રથી કે  ખૂની હુમલાથી સામનો કરી શકે છે.



                  આપણી પણ આદિ સંસ્કૃતિ અને એની પ્રજાને રક્ષણ આપવાની ફરજ બની રહે છે.

                                      ***************************************** 

                                          

No comments:

Post a Comment