દુનિયાની તાકાતવર વ્યક્તિ
અત્યારે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજેન્સનો જમાનો છે. દરેક દેશ , દરેક વ્યક્તિ અને વિશ્વની મોટી કંપનીઓ પણ એમાં રસ ધરાવે છે. એમાં હવે હરીફાઈ પણ થવા માંડી છે. દુનિયાની મોટી કંપનીઓ અને એલન માસ્ક જેવા અમેરિકન અબજોપતિ પણ એની પાછળ છે. તેમાં એ ટેક્નોલોજીનો દુરુપયોગ ન થાય એના માટે શક્તિશાળી દેશો પણ નઝર નાખી રહ્યાં છે. ખુલ્લેઆમ ફેસબૂક , ગુગલ , અમોઝોન, માઇક્રોસોફ્ટ સૌથી આગળ નીકળી જવા માટે તત્પર છે.
ઓપન એ-વનના સી ઈ ઓ અલ્ટમાનને એની કંપનીના ડિરેક્ટરોએ હાંકી કાઢ્યા હતા . તેમને અલ્ટમાનના ઈરાદાઓ વિશે અવિસ્વાસ હતો. પરંતુ એ કંપનીમાં માઈક્રોસોફ્ટે બિલિયનો ડોલર્સ નાખેલા છે. તે ઉપરાંત કંપનીના બધા જ નોકરિયાતોને અલ્ટમાનમાં વિશ્વાસ હતો .
આવા ખરાબ વખતમાં માઈક્રોસોફ્ટના સી ઈ ઓ સત્યા નાડેલા એ હિંમત પૂર્વક અલ્ટમાન એના સ્ટાફને કહ્યુકે ' હું તમને માઈક્રોસોફ્ટમાં તમને બધી સગવડો આપીશ જેથી તમે તમારું આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ નું કામ અમારી કંપની સાથે કરીશકો છો. આથી ' એ ઈ-1 માં હડકંપ મચી ગયો ને અલ્ટમાનને પાછા લેવા પડ્યા. અને પેલા ડિરેક્ટરોને રાજીનામુ આપવું પડ્યું.
તે ઉપરાંત સત્યા નાડેલાએ ' એ ઈ -૧' ના એક સ્થાપક મુસ્તફા સુલેમાની માઈક્રોસોફ્ટમાં જ રાખી લીધા જેથી પોતાનું જ 'એ આઈ- મોડેલ જલ્દીથી શરુ કરી શકાય. એમાં જ નવી ટેક્નોલોજી પર કાબુ મેળવવાની પહેલ છે.
સત્યા નાડેલા જેવા મજબૂત માણસો જ આવતા દિવસોમાં દુનિયાનો ચહેરો બદલવામાં અગત્યનો ભાગ ભજવવાના છે.
સત્યા નાડેલા ભારતીય મૂળના ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીના સ્નાતક છે. એ ભારતીયો માટે ગૌરવની વાત છે.
******************************
No comments:
Post a Comment