રાજનીતિ અને ભ્રષ્ટ આચાર
==================
રાજનીતીમા અધર્મ સામે મહાભારત થયુ હ્તુ અને ચંદ્રગુપ્ત મૌર્યે અને ચાણક્યે રાજા ધનનંદ સામે યુધ્ધ ખેલ્યુ હતુ. ઇતીહાસ ઍનો સાક્ષી છે. જ્યારે ઍક દેશ બીજા દેશને સાથે ભ્રષ્ટ આચરણ કરે તો ઍ પોતાના દેશને ધનવાન બનાવવા માટેનુ આચરણ છે જે અનૈતિક છે. બ્રિટિશ શાસકોઍ ભારત સાથે ઍવુ જ કર્યુ હતુ. આપણે ઍને આપણને ચુસવાની ક્રીયા ઓળખાવી હતી. બ્રિટિશ પ્રજા ઍ ક્રીયાને દેશભક્તિમાની બિરદાવી હશે. ઍક બાજુ નૈતિકતા અને બીજી બાજુ પૂરેપૂરી અપ્રામાણિકતા હતી. પરંતુ સ્વતંત્રતા પછી જે ભારતમા ભ્રષ્ટાચાર થયો છે જેમા ૨૫ ઉપરાંત મોટા કૌંભાંડ ઑ થયા છે જેમા હજારો કરોડ રૂપિયાની હેરાફેરી થઈ ચૂકી છે. ભારતનુ ધન ઍમા પરદેશમા પણ ખેચાઈ ગયુ છે. આપણા જ લોકો હવે આપણને લૂટી રહ્યા. ઍમા કોઇ નૈતિકતાનુ તત્વ નથી.
અન્ના હજારે જેવા ઍકલ દોકલ નેતા ઍનિ સામે પડ્યા તો ઍમને પણ રાજનીતીના ચક્રવ્યુહમા થાક લાગ્યો છે. ઍમને પણ જેની સામે વિરોધ હતો ઍ રાજનિતિને શરણે જવુ પડ્યુ છે. ઍમના જેવા પ્રામાણિક સજ્જન માટે રાજકારણ ભલે નર્ક સમાન હોય તો પણ દેશને ખાતર કોઇ પણ બલિદાન ઑછુ નથી. ઍમા ઍમને સફળતા મળવી થોડી મુશ્કેલ છૅ પણ ઍમનો પ્રયત્ન પ્રસંશનીય છે. આથી આપણો પુરો ટેકો જરૂરી છે. પ્રજાનો પુરો સહકાર મળી રહેશે ઍમા શંકા નથી.
સ્વતંત્રતા મેળવવામાટે કેટલા બલિદાનો અપાયા છે, ઍ નો ખ્યાલ આજે નથી. આજેતો આપણા જ લોકો આપણને લૂટી સ્વતંત્રતાને ખતરામા મૂકી રહ્યા છે. આજે આપણે કોને ફરિયાદ કરિઍ! આપણી ઍ કમનસીબી છે. આપણે તો ઍટલૂ જ યાદ કરાવિયે કે-
કેવી રીતે મળી------
કેવી રીતે મળી સ્વતંત્રતા, ઍનો ખ્યાલ ન આવે
કેટલી માતાઓના ખોળા સૂના, દુખનો ઍ અણસાર ન આવે.
અમને મળી આબાદી, કરવાની પુરી મનમાની
ઉંચા મસ્તકે ઘુમવાની ખુમારી ક્યાથી આવી?
કેવી રીતે મળી----
પરતંત્ર હતા તો સહી લેતા હતા અન્યાયૂ અને અનાચાર,
હવે કોણ અટકાવે છે,ઍ દૂષણોનો સામનો કરવાને?
કેમ તૈયાર નથી થતા, સ્વતંત્રતાની કિંમત ચૂકવવાને
કારણકે ખબર નથી કેવી રીતે મળી સ્વતંત્રતા!
કેવી રીતે મળી----
ભારત દેસાઇ
*****************************