અમેરિકાના ગ્રાન્ડ કેનિયન પર
અમેરીકામા ગ્રાન્ડ કેનિયન પર જઈ કુદરતની કરામત જોવી ઍ ઍક લાહવો છે. કરોડો વર્ષોની પવનની થપાટો સહન કરીને પણ ખડકોઍ ઍમનો રંગ બતાવી કુદરતના સૌદર્યમા વધારો કર્યો છે. કુદરતની આ અજબ રંગોળીને જીવનમા ઍક વાર જરૂર જોવા જેવી છે. મેઘધનુષના બધાજ રંગો અહિયે ખડકોમા જોવા મળે છે.
પથ્થરોમા કુદરતે--
પથ્થરોમા કુદરતે અદભૂત કરામત કરી છે
જાણે નિપુણ કલાકારે મૂર્તિઓ ઘડી કાઢી છે
રંગોની વિવિધતા ઠાસી ઠાસીને ભરી છે
મેઘધનુષને ભૂલાવી દે ઍવી સુંદરતા ઉભરી છે
પથ્થરોમા કુદરતે--
લાલ ઘૂમ ખડકોની ટોચો મહાન ઋષીઓ જ઼ેમ ઉભી છે
પેલા પીળા શિખરો શીષ્યોની જેમ નમ્ર લાગે છે
કેશરી શિખરો પવિત્રતાની નિશાની છે
સફેદ ડુંગરમાલાઓ પરમ શાંતિના દુતો સમાન ખડા છે
પથ્થરોમા કુદરતે--
હજારો વર્ષોની ગાથાઓ આ ખડોકોમા લખાયેલી છે
કુદરતે કોરો કોરીને રંગીન સોન પાપડી બંનાવી છે
ઍને માણી જાણે ઍજ ઍની મીઠાશ માણે છે
પથ્થરોમા કુદરતે અદભૂત કરામત કરી છે
પથ્થરોમા કુદરતે--
ભારત દેસાઈ
********************************
No comments:
Post a Comment