જન્મભૂમિ
વલસાડ ગુજરાતનો મહારાષ્ટ્ર સાથેની સરહદ પર આવેલો જીલ્લો છે. વલસાડની ઍકબાજુ પર અરબી સમુદ્ર છે. ઉત્તરે ઔરંગા નદી વહે છે અને દક્ષીણે વાકી નદી વહે છે. વાંકી નદી વાંકી ચૂકી વહે છે આથી ઍનુ નામ વાંકી રાખવામા આવ્યુ લાગે છે. આશ્ચર્યની વાત તો ઍ છેકે ઍ વાંકી ચૂકી વહી દરિયાને નથી મળતી પણ ઔરંગા નદીમા મળી જાય છે. પરંતુ આ નદીઓ અને ફળદૃપ જમીનોઍ ચારે બાજુ લીલોતરી ફેલાવેલી છે. આથી ઍ વલસાડની સુંદેરતામા વધારો કરે છે. બાજુમા આવેલો તીથલનો દરિયાકિનારો કુદરતી રીતેઅને આબૂહવાની દ્રષ્ટિે ઍ વલસાડને રમણીય બનાવે છે.
વલસાડની આજુબાજુમા આંબા, ચીકુ, કેળાની ભરપુર વાડીઓ આવેલી છે જેઑ હરીયાળીની શોભા વધારે છે. વલસાડની બાજુમા બહુ ઉદ્યોગો નથી જે ઍને પોલ્યુજૅન મુક્ત બંનાવે છે જેથી રહેવા લાયક સ્થળ બન્યુ છે. લોકો વાપી અને સૂરત જેવા ઉદ્યોગિક સ્થળે અહીથી જ આવજાવ કરે છે.
બાજુમા પારનેરાનો ડુંગર છે જેનાપર શિવાજી વખતનો ખંડેર કિલ્લો અને માતાજીનુ મંદિર છે. વલસાડની પ્રાકૃતીક સૌદર્ય જોવુ હોય તો પારનેરા સારામા સારુ સ્થળ છે. પારનેરાની બાજુમાજ અતુલ અને સિબાના કારખાનાઓ આવેલા છે.
વલસાડ રાજકીય દ્રષ્ટિેઍ પણ ઇતીહાસ ધરાવે છે. સ્વતંત્રતાની લડાઈ દરમિયાન ગાંધીજી તીથલ પર રહેલા છે. વલસાડ માજી વડા પ્રધાન મોરારજીભાઇનુ, સ્વતંત્ર સેનાની અને પ્રસિધ્ધ કાયદા સાસ્ત્રી ભૂલા ભાઈ દેસાઇનુ જન્મ સ્થળ છે. ભારતના માજી મજુર પ્રધાન ખંડુભાઇ દેસાઇ ની ભૂમિ છે. જાણીતા કવિ ઉનનસની કર્મ ભૂમિ છે. વલસાડમા પારસી, મુસ્લિમ, ઈસાઈ અને હિન્દુઓની પણ વસ્તી છે પણ કદી હૂલ્લડો થયા નથી. અહિઍ કુદરતી સૌદર્ય સાથે લોકો હળીમળીને રહે છે. આવી જન્મભૂમિમા વારે વારે જન્મ લેવાનો પણ ઍક લાહવો છે. ઍવી જન્મ ભૂમિને આમ જ અંજલી આપી શકાય.
ઍક બાજુ છે---
ઍક બાજુ છે દરિયો બીજી બાજુ નદિયા
વચમા મારુ ગામ, સ્વર્ગ છે ઍનુ નામ
નીત સવારેને સંધ્યાકાળે, મંદિરોના ઘંટારવમા
દિનદુખીને ધનવાનો પણ નમાવે મસ્તક જ્યા
ઍવુ મારુ ગામ, સ્વર્ગ છે ઍનૂ નામ
ઍક બાજુ છે---
કોઈના આંસુઍ આંસુ વહાવે, ગામ આખુ શોક મનાવે
હર્ષની રેલીમા જ્યા ઍક્મેકના દિલ મિલાવે
ઍવુ મારુ ગામ, સ્વર્ગ છે ઍનુ નામ
ઍક બાજુ છે---
વર્ષામા નદિયાના પાણી, હરીયાળી ચાદર ફેલાવે
વસંતે દરિયાંની હવા ફૂલોની મહેકો ફેલાવે
ઍવુ મારુ ગામ, સ્વર્ગ છે ઍનુ નામ
ઍક બાજુ છે---
ભારત દેસાઈ
***********************************************
No comments:
Post a Comment