નરેન્દ્ર મોદી- ઉગતો સિતારો
પાંચ રાજ્યો થયેલી તાજેતરની ચૂંટણીમા ત્રણ રાજ્યોમા ભારતીય જનતા પાર્ટી ઍ બહુમતી હાંસલ કરી છે. ઍ ચૂંટણી મા નરેન્દ્ર મોદી મુખ્ય પ્રચારક હતા. આથી ચૂંટણીના પરિણામો માટે ઘણે અન્સે મોદીને જ જશ જાય છે. દેશના નેતાઓ હવે મોદીને ઍક રાજકીય શક્તિ તરીકે ઓળખવા લાગ્યા છે. ૨૦૧૪ ના દેશવ્યાપી ચૂંટણીમા તેઓ બધા વિરોધી પક્ષો માટે તેઓ પડકાર રૂપ બની ચૂક્યા છે.
નરેન્દ્ર મોદીમા ઍવુ તે શુ છે કે જે ભારતીય જનતાને આકર્ષિત કરી છે? બિનસાંપ્રદાયિકતાને નામે લઘુમતીઓને પંપાડવાની નીતિ સામે ઍમણે સર્વ ની પ્રગતિની વાત મૂકી છે. ફુગાવો, ભ્રષ્ટાચાર, અને નબળી વિદેશી નીતિ સામે ઍમ ણે મજબૂત દ્રષ્ટી કોણ દાખવ્યો છે. ભારતમા વધુમતી મતદારો યુવાનો છે જેમને આકર્ષિત કરી ઍમનામા નવવિકાશની આશાઓ ઉભી કરી છે.
તેઓ સ્વચ્છતા અને વ્યવસ્થિત જીવન જીવે છે. તેઓ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી પોતાના વિચારોનો પ્રચાર કરે છે અને લોકોના સંપર્કમા પણ રહે છે. તેઓ તેમના કપડા પોતે પસંદ કરી ડિસાઈન કરે છે અને પ્રસંગો પ્રમાણે રંગીન ખેસો પહેરે છે. ઍમના ખીસામા કાંસકી પડેલી હોય છે જેથી જાહેરમા કદી તે અગરવઘર દેખાતા નથી. તેઓ નવા નવા વિચારો અને પોતાની જ બ્રાંન્ડો પ્રસ્તુત કરે છે. ઍમનામા મોડેલ અને કલાકારના બધાજ ગુણો છે. તેઓ પશ્ચિમી સંસ્કૃતિથી રંગાયેલા નથી પરંતુ જરૂરીયાતની બહારની બનેલી વસ્તુઓ વાપરવાના શોખીન છે. તૅઓ સુંદર વક્તા પણ છે. આ ઍમની ખાસિયતોઍ પણ યુવા વર્ગમા ઍમને ઘણા જ પ્રખ્યાત નેતા બનાવી દીધા છે.
ભારતનુ રાજકારણ ઘણુ જ ગૂચવણ ભર્યુ છે. ભારતીય જનતા પક્ષ બહુમતી મેળવે તો પણ ઍ ભારતીય રાજકારણમા બધાને કેવી રીતે સાથે રાખી શકે તેના પર જ ઍમની સફળતાનો આધાર છે. ઍક પાર્ટી સાથે રાજ઼ કરવુ સહેલુ છે, પરંતુ અનેક જાતના પ્રાદેશિક પક્ષો અને વિવિધપ્રકારના લોકોના સહકાર મેળવી રાજ઼ કરવુ ઍ મુશ્કેલ કામ છે. આથી થોભીને જોવા જેવી પરિસ્થિતી છે.
*******************************************
No comments:
Post a Comment