સ્વર્ગ
સ્વર્ગ અને નર્કની કલ્પના મનુષ્યો દ્વારા ઉભી થયેલી છે. ઘણાઍવુ માને છેકે માણસના કર્મો પ્રમાણે સ્વર્ગ અને નર્ક મૃત્યુ બાદ મળે છે. ઍ બધી કલ્પનાઓ છે પરંતુ ઍક વાત તો ચોક્કસ છે કે સ્વર્ગ અને નર્ક આ પૃથ્વી પર જોવા મળે છે. ગરીબી, શારીરિક પીડા, દુખ, સંતાપ અને વલોપાત ઍ નર્કથી કમ નથી ઍવસ્તુઓ જોવાની અને અનુભવવાની પણ દ્રષ્ટી હોવી જોઇઍ.
દુનિયામા ફક્ત પીડા અન વ્યથા જ છે ઍવુ નથી. આપણી પાસે દ્રષ્ટી હોય તો સ્વર્ગની પણ અનુભુતિ ઘણી જગ્યા ઍ થઈ જાય છે. ફક્ત આંખ અને દિલ ખુલ્લા રાખવા જોઇઍ. તમે ભારતમા હોવ કે પરદેશમા હોવ આવા સ્વર્ગો જોવા મળી જ જાય છે.
સ્વર્ગ
-----
ઉંચા પર્વતો પર , સફેદ ચાદરો છવાયેલી હતી
ઍમાથી પાણીની ધારાઓ, વહી રહી હતી
નીચે પાણી પાણી થઈ ગયુ
જેમાથી વિશાળ તળાવ રચાયુ હતુ
ઉંચા પર્વતો પર---
ઍ નજારો જોઈને, રુદય આનંદ વિભોર બન્યુ
મે પુછ્યુ હુ ક્યા આવી ગયો છુ?
પ્રભુ અહી ઍ આવ્યો છે કે!
સ્વર્ગ જમીન પર લાવ્યો છે.
ઉંચા પર્વતો પર---
પંખીઓના કલરવોઍ મધુર સંગીત રેલાવ્યુ હતુ
સારા જગના સંતાપો ભુલાવે ઍવુ વાતાવરણ હતુ
મે ક્હ્યુ સ્વર્ગ જો કયા પણ હોય તો? તે અહિઍજ હતુ
ઉંચા પર્વતો પર---
ભારત દેસાઈ
***********************************