Friday, February 14, 2014


તૂટેલી લોકશાહી -સ્વરાજયની ઉણપ
                                                                                                                  ભારત સ્વતંત્ર થયુ તે પહેલા ગાંધીજીઍ સ્વરાજ્ય પર પોતાના વિચારો પ્રગટ કરેલા હતા. સ્વતંત્રતા આવ્યા બાદ પણ ઍમણે ચેતવ્યા હતા કે સ્વતંત્રતા કઈ સ્વરાજ્ય લાવવાની નથી ઍતો આપણે જ સ્થાપિત કરવાનુ છે. ઍમનુ માનવુ હતુ કે સ્વતંત્રતા સાથે દરેક નાગરિકમા શિશ્ત્ત, જવાબદારી અને સંયમની જરૂરત વધી જાય છે. અને ઍમાથિ જ સ્વરાજ્યના પાયાનુ ચણતર થશે. ઍમા નેતાઓ જેઓ પ્રજાને દોરે છે ઍમની જવાબદારીઓ વધી જાય છે. આજે તો નેતાઓ જ સત્તામા ઍટલા છાકટા બની ને ધમસાણ મચાવી રહ્યા છેકે સ્વતંત્રતા અને લોકશાહી મજાક બની ગઈ છે.
                                                લોકસભામા દરરોજ ધમાચકડીઓ થાય છે. ઍક બીજાના ખમિસોના કોલરો પકડાય છે. માઈકઓને ફેકી શસ્ત્ર તરીકે ઉપયોગ કરવામા આવે છે. ચપ્પુઑ બતાવવામા આવે છે. અને જરૂર પડે તો મરચાંની ભૂકી પણ ફેકવામા આવે છે. રાજ્યની ધારાસભાઓ અને લોકસભા કુસ્તીના મેદાનો  બની ગયા છે. અસભ્ય ભાષાના પ્રયોગો તો વારે ઘડીઍ કરવામા આવે છે.   લોકશાહીના મંદિરમાથી અસભ્ય સભ્યોને લઇ જવા માર્શલઑને બોલાવવા પડે છે.

                                                  આ લોકશાહીને માથે કલંક છે અને લોકશાહી માટે ખતરાની ઘંટી છે. બાપુઍ કલ્પેલુ આ સૂરાજ્ય નથી પણ આ બેજવાબદાર લોકશાહી છે. ઍના પરિણામો ઘણા વિપરીત હશે. જેમાથી આપખુદશાહીના પડછાયા દેખાઈ રહ્યા છે. ગરીબ અને લાચાર લોકો આ નાશમાય તાંડવ નૃત્યને દુખ સાથે નિહાળી રહ્યા છે.
                                                   નેતાઓ વખતમા નહી સમજે તો આ વિકૃત લોકશાહીને ક્યા સુધી લોકો જોયા કરશે?

આજે દેખાય---
આજે દેખાય ઍ સ્વતંત્રતા નથી પણ સ્વછન્દતા છે
આ લોકશાહી નથી પણ ઍની મજાક છે
લોકશાહીમા બેજવાબદારીને સ્થાન નથી.
આતો પ્રજા રાજને નામે  બેવફાઈ છે
ક્યા સુધી જનતા બિચારી આ ભયાનક નાટક જોતી રહેશે
ક્યા સુધી પ્રજા પ્રજાતંત્રના ડૂસકાઓ સાંભળતી રહેશે
આમને આમ ઍની ધીરજ જો ખૂટી જશે
 તો આ નાટકની બહુ ખરાબ દશા થશે
ગુનેગારો તો  ઍ આગમા ભરખાઈ જશે
પણ લોકશાહીનુ ક્મોતે મરણ થશે
પ્રભુને ઍક જ પ્રાર્થના કરીઍ કે
ઉંડા અંધારેથી પરમ તેજે તૂ લઈ જા
ભારત દેશાઇ
                                                     *******************************************

No comments:

Post a Comment