Saturday, February 8, 2014


દુનિયામા બદલાવ કેવી રીતે લાવી શકાય?
                                                                                                           આપણે બીજાને બદલવા માંગીઍ પણ પોતે બદલાવા માંગતા નથી. આખી દુનિયાની આપણે ટીકા કરતા રહીઍ છે પણ પોતાની ભીતરમા રહેલી ઉણપો જોતા નથી. ઍથી દુનિયામા બદલાવ લાવવાનુ  મુશ્કેલ થતુ જાય છે. ઍ બાબતમા મહાત્મા ગાંધી ઍક્દમ સ્પષ્ટ હતા. ઍટલા માટે તૅઓ મહાત્મા તરીકે ઓળખાય છે.

તેઓનુ માનવુ હતુ કે દુનિયામા બદલાવ લાવવા માટે
૧) આપણે પોતે બદલાવ વાની જરૂર છે.
૨) પોતાની જાતને કાબૂમા રાખવાની જરૂર છે.
૩)ક્ષમા અને ભુલવાની વૃતિ કેળવવી જરૂરી છે.
૪)  વિકાસ માટે સતત સુકર્મ કરતા રહેવુ જોઇઍ.
૫) ભૂતકાળ અને ભવિષ્યની ચિંતા છોડી વર્તમાનમા રહેવુ જોઇઍ.
૬) મનુષ્ય માત્ર ભુલ કરવા ને પાત્ર છે આથી લોકોની આશક્તિ તરફ વધારે ધ્યાન ન આપવુ.
૭)નિષ્ફળતાથી નિરાશ થવાને બદલે સદકામમા સતત પ્રયત્નશીલ રહેવુ જોઇઍ.
૮)લોકોના સદગુંણ જુઓ ઍમના અવગુણ ન જુઓ.
૯) તમારા વચન, વિચારો અને કાર્યોમા સમન્વય  રાખો.
૧૦)જીવનમા આંતરિક સુધારો સતત ચાલુ રહેવુ જોઇઍ.

                                                                   ઉપરના ગાંધીજીના વિચારોથી જણાશે કે ગાંધીજી આજે પણ વિચારિક દ્રષ્ટિે ઍ જીવીત છે. ઍમના વિચારોને અમલમા મુકવાથી દુનિયાના ઘણા ખરા પ્રશ્નો હલ થઈ શકે છે. કમનસીબી ઍ છે કે ગાંધીજી ભારત કરતા પરદેશમા વધુ જીવીત છૅ.
                                                   ***************************************

No comments:

Post a Comment