મોદી સ્રરકારના ૩૦ દિવસ- અચ્છે દિન આ રહે હૈ.
નરેન્દ્ર મોદી ઍમના ૬ વિશ્વાશુ સરકારી અમલદારોના સહકારથી રાજ ધુરા સંભાળી રહ્યા છે. ઍમા ઍમના પ્રિન્સીપાલ સેક્રેટરી, કૅબિનેટ સેક્રેટરી, ઉદ્યોગિક સેક્રેટરી, પેટ્રોલિયમ સેક્રેટરી, પાવર્ સેક્રેટરી અને કોલસા સેક્રેટરી નો સમાવેશ થાય છે. નરેન્દ્ર મોદીને ઢીલાસ પસંદ નથી. ઍમની પાસે લાંબી નોંધોને વાંચવાની બહુ ધીરજ પણ નથી, ઍતો જનતાના તરફેણમા સાચા અને ત્વરિત નિર્ણયો લેવામા માને છે.
૧)બાબુઓને સૂચના આપી છેકે ઍમની સમક્ષ દરેક ફાઇલની ટૂંક નોધ રજૂ કરવી કે જેથી ત્વરિત નીર્ણય લઈ શકાય.
૨)મંત્રીઓે ઍ પોતાના સગા વહાલા ઑની ઍમની ઓફિસમા મદદનીશ તરીકે નીમૂણૂક ન કરવી.
૩) વડા પ્રધાન ઓફિસમા થી મોકલાવેલી ફાઇલો નો નિકાલ તાકિદે મંત્રીઓનુ ધ્યાન દોરી કરવી પડશે.
૪) ચીન ભારત વિવાદસ્પદ સીમા પરના રસ્તાઓના બાંધકામ ને તાકિદે મંજૂર કરવામા આવ્યા છે. ઍમા ૫૦ નવા લશ્કરી થાણા પણ મંજૂર કરવામા આવ્યા છે.
૫) આંદામા ન અને નિકોબારમા રાડર પોસ્ટો મંજૂર કરવામા આવી છે જેથી દુશ્મન દેશો પર ધ્યાન આપી શકાય.
૬) નર્મદા બંધની ઉંચાઈ ૧૩૮.૭૩ મીટર સુધી લઈ જવાની મંજુરી આપી દેવામા આવી છે.
૭) સરકારે ગ્રહ વપરાશ ના ગેસ સિલિન્ડેર મા ભાવ વધારો કર્યો નથી.
૮) ગરીબોને હવે સરકારી હોસ્પિટલોમા ઍક્સ રે,ઍમ આર ડી, અનેસી ટી સ્કૅન ફ્રી મળશે.
૯) ૨૦૦ કરોડ નવા વૃક્ષોની વાવ ણી ઍક લાખ કિલોમીટ ર રાષ્ટ્રીય માર્ગ .પર કરવામા આવશે જેમાથી લા ખો નવજવાન બેકારોને રોજગારી મળશે.
૧૦)૨.૫લાખ ગ્રામ પંચાયતોને બ્રૉડ બેન્ડ થી ૨૦૧૭ સુધીમા જોડવામા આવશે.
૧૧) મોદી ઍ ત્વરિત નિર્ણય લેવામા વચ્ચે આવતા હોય ઍવા નકામા કાયદાઓને મંત્રાલયમાથી નાબૂદ કરવાની સૂચના આપી છે.
૧૨) મોંઘવારીને ડામવા માટે સરકાર સખ્ત પગલા લઈ રહી છે. ખાંડ, કાંદા, બટાકા જેવી જીવન જરૂરીયાતની વસ્તુઓના ભાવને કાબૂમા લેવા માટે લીધેલા પગલાઓ ઍના પુરાવાઓ છે.
૧૩) મંત્રીઓ અને અમલદારોના પરદેશના પ્રવાસો પર કડક નિરંત્રણો નાખવામા આવ્યા છે.
૧૪) દરેક મંત્રીઓને ૧૦૦ દિવસોના પ્લાન બનાવી ઍનો અમલ કરવાની કડક સૂચના આપી છે.
************************************************
No comments:
Post a Comment