દુકાળ
મોદી સરકાર પર વધતી જતી મોંઘવારીનો બોજો તો ચાલુ છે, ત્યાંતો દેશમા દુકાળનો ભય વધિ રહ્યો છે. ઘણી જગ્યા પર મેઘરાજે મહેરબાની જ નથી કરી. આખા દેશમા ૪૧% વરસાદની ખોટ છે જ્યારે ગુજરાતમા ૯૧ % વરસાદ ઍકન્દરે ઑછો છે. આથી દુકાળના પડછાયા દેખાય રહ્યા છે. જો થોડા દીવસોમા જો વરસાદ નહી પડે તો મોંઘવારીમા ભડકો થશે અને સરકારની મુશ્કેલીઓ વધી જશે. અનાજ, કઠોળ, શાકભાજી, ફળો વગેરે મોંઘા થશે અને પશુઓ ચારા અને પાણી માટે વલખા મારશે. પીવાના પાણીની પણ અછત થશે અને પરિસ્થિતિ વિપરીત થવા સંભવ પણ છે. ઍને માટે સરકારે ત્વરિત, યોગ્ય પગલા ભરવા પડશે. ઍમા પણ સરકારની કસોટી જ છે. કહેવાય છેકે દુકાળ ઍ શાપ સમાન છે.
જ્યારે જ્યારે લોકોના પાપ વધી જાય છે
ધરતી પણ પાપોથી લચી જાય છે
ઈશ્વર પણ અનાચારોથી ત્રાસી જાય છે
ત્યારે ત્યારે દુકાળ જેવી આપત્તીઓ આવી જાય છે.
જ્યારે જ્યારે--
રાજાની .દાનત કદીક બગડી હોય છે
લોકોને ચુસવામા તલ્લીન હોય છે
ત્યારે પ્રભુનૂ ત્રીજુ નેત્રે ખૂલી જાય છે
અને ચારે ઓર લાય લાય વર્તાય છે.
ત્યારે દુકાળ જેવી આપત્તિ ઑ સર્જાય છે.
જે જીવનને દુખી દુખી કરી જાય છે.
જ્યારે જ્યારે--
પ્રભુ અમ પર કૃપા કર
થોડાને કાજે નિર્દોષો પર ન કૉપ વર્ષાવ
થોડા તારા શીતલ અમી વર્ષાવ
અનેપ્યાસી ધરતીની પ્યાસ બુજાવ
જ્યારે જ્યારે--
ભારત દેસાઈ
__________________________________
No comments:
Post a Comment