સુખની શોધમા-
સુખ ઍ ઍક મૃગજળ સમાન છે. લોકો ઍની શોધમા શુ નથી કરતા. ઘણા તો મંદિરો, ચર્ચ અને મસ્જિદોના આંટા મારે છે જેથી પ્રભુની કૃપા થાય. ઘણા દેવદેવીઓ, સંતો, અને સુફિઓંની બાધાઓ પણ માને જેથી સુખ મળે. પરંતુ સુખ અન દુખ બન્ને માનવીની માનસિક અવસ્થાના ભાગરુપ હોય છે. ટુંકમા સુખ અન દુખને સમાન રીતે ભોગવવા માનસિક સ્થિતિ કેળવવા જરૂરી છે. ઍને માટે થોડીક માનસિક અવસ્થા ઉભી કરવા જરૂરી બને છે. ઍવી તે કઈ અવસ્થા છે જે દુખને પણ સુખની જેમ જીરવી જાણે છે?
૧) જીવનમાથી કોઈને માટેના તિરસ્કારથી દૂર રહેવુ
૨)ચિંતા ઍવી વસ્તુ છે જે કાલ્પનિક હોય છે. ઍનો કોઈ ઉકેલ હોતો નથી. આથી જીવનમા થી તીજાંજલી આપી દેવી જોઇઍ. આપણામા કહેવત છેકે ચિંતા ચિતા સમાન છે.
૩)જીવન ની જરૂરીયાતો ઑછામા ઓછી રાખવી.
૪) લોકો પાસે લેવા કરતા વધુ આપવાની વૃત્તિ રાખવી જરૂરી છે.
૫) નકારત્મક વિચારશરણીથી દૂર રહેવુ જરૂરી છે.
૬) ભૂતકાળને ભૂલી આગળ વધો.
૭)જાતને મહત્વ આપવાનુ છોડી દેવુ આવશ્યક છે.
૮) દરેકની હામા હા મેળવવુ જરૂરી નથી.
૯) દરેકને ખુશ રાખવાની વૃત્તિ છોડી દો
૧૦) કોઈને દુખ થાય ઍવી સાચી વાતો પડતી મુકો
૧૧) તમારુ આત્મ સન્માન કેળવો.
૧૨) તમારામા વિશ્વાસ કેળવો અને ભવિષ્યની ચિંતા છોડી દેવી જરૂરી છે.
આમ કરવાથી તમારા જીવનના સુખ અને દુખનુ સ્થાનમા કોઈ ફરક નહી પડે.
*********************************