મા
મા વિષે ઘણા લોકોે ઍ લખ્યુ છે. ઍવો ઍક માણસ બતાવોકે જે ઍની માને પ્રેમ ના કરતો હોય? કારણકે મા ભૂખી રહીને પણ સંતાનોનૂ પાલન કરતી રહે છે. ચોટ સંતાનોને લાગે ત્યારે માન્યૂ હદય ક્ક્ડી ઉઠે છે. સંતાનોના દોષને પણ પોતાને માથે લઈ લે છે. આથી સંતાનોની વફાદારી પણ મા તરફ વધુ હોય છે. આમ મા બલિદાનની દેવી બની રહે છે. મારા પત્રકાર મિત્ર રમેશ તન્નાઍ તો પરદેશી લેખકોં દ્વારા તેમની 'માતાઓ' પર લખાયેલ લેખોનો સંગ્રહ ' મારી માવલડી' ના નામે પ્રગટ કર્યો છે. ઍ પુસ્તકનુ સમર્પણ પણ ઍન આર આઇ પરીષદમા જાન્યુઆરીના મધ્યમા અમદાવાદમા કરવામા આવ્યુ હતુ.. તેઓ ખરેખર અભિનંદનને પાત્ર છે. મને ઍક કવિતા યાદ આવી ગઈ-
જ્યારે જ્યારે---
જ્યારે જ્યારે ઠોકર વાગે,
'ઓહ માની 'ચીસ બહાર આવે.
આફત હોય કે સંકટંમા પણ,
તારી યાદ આવી જાયે
'જેવુ કરશે, તેવુ પામસે',
ઍવી માની શીખ હતી.
તને ગયાને વર્ષો થયા,
પણ સ્મૃતિમાથી ગઈ નથી.
જ્યારે જ્યારે ઠોકર વાગે,
'ઑહ માની 'ચીસ બહાર આવે.
આજ બતાવે છે કે માનવીના જીવનમા માતાનુ શુ મહત્વ છે? ઍક લેખકે લખ્યુ છે કે ' લોકો મંદિરમા ભગવાનને શા માટે શોધે છે? જ્યારે 'મા' ઘરમા છે.'
*******************************