બ્લડ પ્રેશર
બ્લડ પ્રેશરનો સબંધ ઘણા શારીરિક રોગો સાથે જોડાયેલો છે. મુખ્યત્વે ઍને હાર્ટના કાર્ય સાથે ગાઢ સબંધ છે. ઍટલા માટે ઍને લગતા સંધોધનો થતા જ રહે છે. જ્યારે બ્લડ પ્રેશર વધી જાય છે ત્યારે અંધાપો, લખવો, હાર્ટ અટૅક, હાર્ટ બંધ થવુ, મુત્રાશયની નિસ્ફળતા, જેવા જીવલેણ રોગો થાય છે.
ઍટલા માટે ડોક્ટોરઓઍ સામાન્ય રીતે ૧૪૦/૯૦ અને ૬૦ વયની ઉપરના માટે ૧૫૦/૯૦ નિયમ ઠેરવેલો છે. આજના વખતમા હાર્ટને તંદુરસ્ત રાખવા માટે વજનને અને હાનિકારક કૉલોસ્ટ્રોલને કાબૂમા રાખવો આવશ્યક છે. પરંતુ ઉચુ બ્લડ પ્રેશર હાર્ટ માટે વધારેમા વધારે હાનિકારક છે. આથી બ્લડ પ્રેશર પર કાબૂ રાખવો ઍક્દમ આવશ્યક છે.
બ્લડ પ્રેશર પર સંધોધન થતુ જ રહે છે. સ્પ્રિંટ નામના ગ્રુપે કરેલા .સંધોધન મુજબ બ્લડ પ્રેશરનુ નિયમન ૧૪૦ થી ૧૨૦ પર લાવવાથી અચાનક અને યુવાન વયે હાર્ટને લગતા મૃત્યુને અટકાવી શકાય છૅ. પરંતુ બ્લડ પ્રેશરને નીચે લાવવા માટે જે દવાઓ વાપરવામા આવે છે ઍની આડ અસરથી દરદીને ચક્કર, ધેન, આવે છે. જેથી દરદી પડી જવાની વકી રહે છે. આજ બતાવે છે કે સધોધનોઍ પણ ઘણા જવાબો આપવાના બાકી છે.
આથી દરેક દરદીઍ પોતે જ પોતાના ડૉક્ટરને પૂછી પોતાના બ્લડ પ્રેશરનુ નિયમન નક્કી કરવુ જોઈ ઍ.
*************************************************
No comments:
Post a Comment