Friday, January 8, 2016


અમેરિકાની 'પિસ્તોલ' સંસ્કૃતી
                                                                                                     અમેરીકામા પિસ્તોલ ખુલ્લા બજારમા મળી શકે છે. ઍના માટે સરકારી પરવાનગીની જરૂર નથી હોતી. અમેરિકાના બંધારણમા પણ ઍને વ્યક્તિ સ્વાતંત્રનો હક્ક ગણવામા આવ્યો છે. અમેરિકાનુ બંધારણ ઘડાયુ ત્યારે પરીસ્થીતિ જૂદી હતી પરંતુ હાલના વખતમા ઍ હક્ક હવે નિર્દોષ સ્ત્રી, પુરુષો, અને સ્કૂલ બાળકોની હત્યાનુ કારણ બની રહયો છે. અસમતોલ મગજના માણસો, અસામાજીક તત્વોના હાથે નિર્દોષ માનવીઓની હત્યા થઈ રહી છે.
                                      આથી અમેરિકાનો મોટો વર્ગ અને સરકાર પણ પિસ્તોલ સંસ્કૃતી પર નિયંત્રણ લાવવા માગે છે. પરંતુ પિસ્તોલ લૉબી અને  રીપબ્લિકન પક્ષ  વ્યક્તિ  સ્વાતંત્રના હેટળ પિસ્તોલ પર કોઈ પણ જાતના નિયંત્રણો સ્વીકારવા તૈયાર નથી. આ અમેરિકા જેવી વિકસીત, ભણેલી,  અને વિશ્વસત્તા માટે શરમ જનક પરિસ્થિતિ છે. જ્યારે સેક્ડો નિર્દોષ માણસો પિસ્તોલ વડે વીંધાતા હોય ત્યારે અમેરિકાની સરકાર જોયા તો ન જ કરે?

                                       આથી અમેરિકન પ્રમુખ બારક ઓબામાઍ આંસુ સહિત જાહેર ક્રયુ કે આવા હત્યાચારને ચલાવી ન લેવાય. પોતાની સત્તાનો ઉપયોગ કરી કેટલાક નિયમનો દાખલ કર્યા કારણ કે અમેરિકન કૉંગ્રેસ જે રિપબ્લિકનોના હાથમા છે  તે ઍમની સાથે સહયોગ આપવા તૈયાર નથી. ઓબામાઍ પિસ્તોલ ખરીદનારનુ પૂરેપરો ઇતીહાસ મેળવવાનુ  ફરજિયાત કર્યુ છે. અમુક જાતની પિસ્તોલ પર નિયંત્રણો મુક્યા છે. તે ઉપરાંત પિસ્તોલોને ઉંચ  ટેક્નિકનૉ ઉપયોગ કરી સ્માર્ટ બનાવવાનો નિર્દેશ કર્યો છે, જેથી ઍના માલિક સિવાય કોઈ ઉપયોગ ન કરી શકે. ટુંકમા ચોરાયેલી પિસ્તોલનો કોઈ ગેરકાયદેસર ઉપયોગ ન કરી શકે.
                                         અમેરિકાની બલિહારી છે કે વિરોધીઓેઍ પ્રમુખના આ પગલાઓનો વિરોધ નોધાવ્યો છે કે ઍમણે ઍમની સત્તાની ઉપરવટ જઈને કામ કર્યુ છૅ અને અમેરિકનોના સ્વાતંત્ર પર ઘા કર્યો છે આને માટે કેટલાક વિરોધ પક્ષના  કોંગ્રેસીઓ પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત પણ લાવવા માંગે છે. આ રીતે નિર્દોષ અમેરિકન લોકોના જીવ બચાવવા માટેનો અમેરીકનં પ્રમુખને  શરપાવ આપવા માંગે છે.  આ પણ લોકશાહીની બલિહારી સમજવી!
                                        ***************************************

No comments:

Post a Comment