મકરસક્રાંતિ /ઉત્તરાયણ -૧૪મી જાન્યુઆરી
ઉત્તરાયણને દિવસે પૃથ્વી સૂર્યની સાથે દિશા બદલે છે ઍટલે ઋતુ પણ બદલાય છે. પવનની ગતી અને દિશા પણ બદલાય છે. ઍ સાથે વસંતના આગમનની તૈયારીઓ થવા માંડે છે.
ઉત્તરાયણ ઍટલે તલના લાડવા ખાવાનુ અને રંગેબીરંગી પતંગો ચગાવવાનુ પર્વ ,પરંતુ જમાના સાથે ઍ પતંગો ચગાવવાનુ મોટો ઉત્સવ બની ગયો છે. પરદેશીઓ માટે પણ ઍ અગત્યનો તહેવાર બની ચૂક્યો છે. ગુજરાતમા હવે ૧૪ મી જાન્યુઆરીને આંતરાસ્ટ્રીય પતંગ દિવસ મનાવવામા આવે છે. વિવિધ દેશોમાથી પતંગ ચગાવવાના રસિયાઓ રંગેબીરંગી અને વિવિધ આકારના પતંગો ચગાવવા ગુજરાત આવે છે.
ગુજરાતના નાના મોટા શહેરો તથા અમદાવાદ, અને સુરતમા પણ લોકો ધાબા પર ચઢી મોજથી ખાઈપીને પતંગો ઉત્તરાયણને દિવસે ચગાવે છૅ. આમ ઉત્તરાયણ હવે કુટુંબિક અને સામાજીક તહેવાર બની ગયો છે. જેમ ટાઇમ બદલાય છે તે સાથે લોકો શહેરના સાંક ળા વિસ્તારો છોડીને શહેરની બહાર ઠરીઠામ થવા માંડ્યા છે. પરંતુ પતંગો ચગાવવાની લહેરતો શેરીના ધાબા પર જ આવે. અમદાવાદના પશ્ચિમ વિસ્તારના લોકો અને મુંબઈના પણ લોકો અમદાવાદની શેરીઓના ધાબા પર પતંગો ચગાવવા અચૂક આવે છે. કેટલાક શ્રીમંતો શેરીઓના ધાબા મહિનાઓ પહેલા પતંગો ચગાવવા ભાડે લઈ લે છે. ધાબાઓના ભાડા રૂપિયા ૩૦૦૦ થી ૧૦૦૦૦ સુધી બોલાય છે. કેટલાક શ્રીમંતો ૨૫૦૦૦ સુધી ધાબાના ભાડા આપવા પણ તૈયાર હોય છે. આ બાબતમા સુરતના લોકો બહુ જ મોંજિલા હોય છે. પતંગો ચગાવતા કરોડો રૂપિયાનુ ઉંધીયુ, ફરસાણ, અને મીઠાઈઓ ખાઈ જાય છે.
પતંગો ચગાવવામા રાજકારણીઓ, ફિલ્મી સ્ટારો પણ હવે જોડાયા છે. નરેન્દ્ર મોદી સાથે સલમાનખાને પણ પતંગ ચગાવ્યો હતો. અમિતાભ બચ્ચન પણ અમદાવાદના ધાબા પરથી પતંગ ચગાવવામાથી બાકાત નથી. 'બીજેપી 'ના પ્રમુખ અમિત શાહે પણ આ ઉત્તરાયણ પર પતંગો ચગાવી મોજ માણી હતી.
આમ ઉત્તરાયણનો તહેવાર હવે નાનાથી વશિષ્ટ માણસોનો તહેવાર બની ચૂક્યો છે.
********************************
No comments:
Post a Comment