મિત્ર
મિત્રતામા પ્રેમ, લાગણીઓ, ઍક્બિજાને માટે સન્માન અને સારા ખરાબ દિવસોની યાદો સમાયેલી હોય છે. ઍ સબંધ લોહીનો નથી હોતો પણ તેનાથી પણ ગાઢ હોય છે. ઍમા ભૂતકાળ અને વર્તમાન હોય છે અને ઉજ્જવળ ભવિષ્યની અભિલાષાઑ પણ ગુથાયેલી હોય છે. મિત્રોની મળો ઍટલે આનંદ થાય અને આ દુનિયામાથી ગુમાવેલા મિત્રો માટે વિષાદ થાય. દરેકના જીવનમા સમય અને સંજોગો સાથે મિત્રો આવે છે અને દૂર થઈ જાય છે પરંતુ ઍમની યાદો તો જીવનમા હમેશા જોડાયેલી રહે છે,
મારા મિત્રોને યાદ કરુ ત્યારે બાળપણના મિત્રોની મીઠી યાદો હજુ સતાવી રહી છે. પતંગની તહેવારમા પતંગો ઉડાવવામા અને કપાયેલા પતંગોની લુટ તો અમે મિત્રો સાથે કરતા. ઘણીવાર હાથ અને પગ પણ છોલાઇ જતા પણ ઍ વખતને હજુ ભૂલાઇ જવાય ઍવો નથી. ઍ મિત્રો ક્યા ગુમ થઈ ગયા ઍ સમજાતુ નથી પરંતુ છોલાયેલા શરીર પરની નિશાનીઑ ઍમની યાદ ભુલાવા દેતા નથી. નાનપણમા ભમરડા, લખોટા અને કોડીઓની રમતોના સાથીઓમાના કેટલાક તો આ જગતમા રહયા નથી. તે છતા અમારી નિર્દોષ રમતો ઍ મિત્રોની યાદો ભુલવા દેતી નથી. ઍ બધા મિત્રો સાથે લોહીનો કોઈ સબંધ ન હતો પરંતુ અમારી નિર્દોષતા ભર્યો પ્રેમ જ અમારી યાદો છે. મને જ્યારે તક મળે ત્યારે ઍ જ્ગ્યા પર જઈ ઍમની યાદ તાજી કરુ છુ પરંતુ કમનસીબે ઍ લોકો કે જગ્યા પણ હયાત નથી. કહેવાનુ ઍટલૂ જ છેકે મિત્રોની મિત્રતા હજુ જીવીત છે.
અમારા શાળાના મિત્રોમાથી ઘણાને સંજોગોવસાત મળવાનુ થતુ નથી પરંતુ ઍમાનો ઍકાદ મિત્ર ગમે ત્યા મળી જાય તો બીજા મિત્રોને પણ યાદ કરી લઈ અમારા ભૂતકાળને વાગોળીઍ છીઍ. પરંતુ શાળાના અને કૉલેજેના મિત્રો વખતની સાથે જરા બદલાઈ પણ જાય છે. જીવનની કઠણાઈઑ, તેમની સિધ્ધીઓમા મિત્રતાને તોલવા પ્રયત્ન કરતા હોય છે. તે વખતે સમજદારી અને ઍક્બિજાને સાચવવાની તૈયારી મિત્રતાને ટકાવી રાખે છે.' ઍક મિત્રેતો નિખાલસતાથી ક્હ્યુ કે ' સંજોગોઍ ઍના સ્વભાવ અને વિચારોને બદલી નાખ્યા છે. આથી મિત્રતા જાળવવા ઍક બીજા સાથે સમજૂતીથી વર્તવુ પડશે.' ઍમા કદાચ ઍનો અહમ કે માનસિક સ્થિતિ પણ પ્રવર્તતી હોઇ શકે પરંતુ મિત્રતાનો ઍમા શો વાંક? અમારી પરિપક્વતાઍ અમારી મિત્રતા ટકાવી રાખી છે, અમે બધુ છોડીને અમારામા જે સમાનતા બચી છે ઍના પર અમારી મિત્રતા હજુ મજબૂત ટકી રહી છે. ઘણા લોકો કૃષ્ણ અને સુદમાની મૈત્રી યાદ કરી દુખી પણ થઈ જાય છે પરંતુ ભૂતકાળની સુઃખદ યાદો અને ભવિષ્યની ઉમદા મૈત્રીને ટકાવી રાખવા પ્રયત્ન કરવો જોઇઍ, ઍજ મીત્રને હૂ ઍજ શહેરમા હોવા છ્તા સંજોગો વસાત ન મળી શક્યો તો નાના બાળકની જેમ ખરાબ લાગ્યુ હતુ. મારી બિમારી દરમિયાન ઍજ મિત્ર મને ભાવતી વસ્તુઓ લાવતો રહેતો.ઍજ અમારી પ્રેમ ભરી મિત્રતાની નિશાની હતી. આથી મિત્રતા હોવી ઍ અગત્યનુ છે પરંતુ ઍને ટકાવી રાખવી ઍ વધારે અગત્યનુ છે. અત્યારે ઍક વા ચાલે છે કે ' સગા વહાલા નથી પણ મિત્રો વહાલા બની રહે છે'
ઍમા મિત્રતા અગત્ય પાઠ ભજવે છે.
મારા કોલેજના મિત્રો સાથે હમે વર્ષો સુધી મજાઓ અને મસ્તી કરતા રહેતા. બેજવાબદારી ભર્યુ, ઉચી અને કાલ્પનિક મહત્વાકાંશાવાળુ જીવન હમેશા ઘણુ સારુ લાગે છે. મિત્રો સાથેની મજા મસ્તી પણ યાદ આવે છે.પરંતુ બધા મિત્રો પોતપોતાની જીવનની ઘરેડમા પડી જાય ઍટલે મિત્રતાને યાદ કરવી મુશ્કેલ થઈ જાય છે. તે છતા મળવાનુ થાય ત્યારે પેલી મજાક મસ્તીની કથા ચાલુ થઈ જાય છે. ઍને વાગોળવામા મજા પણ આવે છે. અમારા ઍક સૉલિસિટર કોલેજ મિત્ર તો હમેશા કહેતા કે ' જીવનમા ફરિયાદો કરવાની નહી અને મોઢુ હમેશા હસતુ રાખવાનુ.' પરંતુ ઍનુ પોતાનુ મોઢુ જ હમેશા ગંભીર રહેતુ. અમે ઍની મજાક કરી આનદ માનતા. અમને ખબર હતીકે કૉલેજ પછી મળવાનુ ઑછુ થશે ઍટલે બધા મિત્રો મળીને મહાબળેશ્વરની મજા માણી હતી. તેને પણ અમે યાદ કરીને વાગોળીઍ છીઍ.
ટુંકમા મિત્રતા ઍ જીવનમા ગણી અગત્યની ભેટ છે ઍને જીવની જેમ સાચવવી જોઇઍ. ઍ પણ જીવનની અમૂલ્ય મુંડી છે. ઘણીવાર ખરાબ માણસ પણ પોતાના મિત્રને નુકસાન કરતા વિચાર કરેછે અને સારા મિત્ર પોતાના મિત્ર માટે ઘણુ નોચ્છાવર કરી દે છે. સારા મિત્ર મળવા ઍ પણ નસીબની વાત છે.
" સારો મિત્ર ઍછેકે -
તમારા ભુતકાળને સમજી શકે,
તમારા વર્તમાનને સ્વીકારે.
તમારાભવિષ્યમા વિશ્વાસ છે.
*************************************