કાયાનુ રહસ્ય
આપણી કાયા અનેક તત્વોની બનેલી છે જેનુ વિશ્લેષણ આપણા શાસ્ત્રોમા પણ થયેલુ છે. આપણે હાડ માંસની કાયા માટે આખી જિંદગી શુ ન શુ નથી કરતા. મોહ, માયા અને કામ માણસને આંધળો બનાવી ન કરવા જેવી વસ્તુઓ પણ કરાવી નાખે છે. પરંતુ માનવીને ખબર નથી કે કાયાતો નાશવંત છે. ઍમા રહેલો જીવ જ અમર છે જેને ઍક શરીરમાથી બીજા શરીરમા કર્મ પ્રમાણે ભટકવુ પડે છે. ભગવાન કૃષ્ણઍ પણ ગીતામા ઍનુ પ્રતિપાદન કર્યુ છે.
મુખ્ય પ્રશ્ન ઍ છેકે કાયા શાનુ બનેલી છે? અને ઍની પાછળ વિજ્ઞાનિક દ્રષ્ટિેઍ શુ રહસ્ય રહેલુ છે. મુળમા તો કાયા દુન્યવી તત્વોની જ બનેલી છે .આખરે તો ઍ ઍમાજ મળી જાય છે. પરંતુ ઍ તત્વો તરફ માનવીની ફરજો કુદરતે નક્કી કરેલી છે. પૃથ્વી (માટી), પાણી, અગ્નિ, વાયુ અને આકાશની આપણી કાયા બનેલી છે ઍમા જ ઍ આખરે વિલીન થઈ જાય છે. આને હિન્દુ શાસ્ત્રોમા મહાપંચ ભૂતો તરીકે ઓળખવામા આવે છે. ઍ છતા માનવી ભગવાને આપેલી કાયાનો ઉપયોગ કરતા દૂરઉપયોગ વધારે કરે છે.
કાયાની નાશવંતતાને સમજાવવા ઘણા કવિઓે કટાક્ષમા પણ લખ્યુ છે. મ્ર્ત્યુ બાદ શરીરને ઍક કપડાથી ઢાકવામા આવે છે. ઍ બાબતમા ઍક કવિઍ લખ્યુ છેકે ' સાથે કઈ લઈ જવા માટે કફનમા પણ ખિસૂ નથી હોતુ. 'આખરે તો કાયા જમીનમા ધૂળધાનિ થઈ જાય છે. ઍક મુસ્લિમ ગુજરાતી કવિ જાલન માતરી ઍ લખ્યુ છે કે-
"ગમે તેવા સ્વરૂપે નહી છોડુ આ ધરતીને
મરણ બાદ પણ રહેવાનો છુ અહિઍ કબર થઈને"
પરંતુ કુદરત જેણે આપણી કાયા બનાવી છે ઍની પ્રત્યે માનવીઍ ઍની કૃતજ્ઞતા દાખવવી જોઇઍ. જેમકે સાત્ત્વિક ખોરાક ખાઈને આપણે પૃથ્વી તરફ, દરરોજ ત્રણથી ચાર લિટર પાણી પીને પાણી તરફ, કસરત કરીને અગ્નિ તરફ, પ્રાણાયમ કરીને વાયુ તરફ અને પ્રાર્થના દ્વારા આકાશને આહુતિ આપિયે, જેથી આ બધા તત્વોનુ બનેલી આપણી કાયાને તંદુરસ્તી બક્ષે.
**********************************