Friday, March 10, 2017


પરદેશનુ ઘેલુ
                                                                              ભારતમા યુવાનોને પરદેશ જવાનુ ઍક ગાંડપણ  લાગ્યુ છે.  ઍમા વડીલો અને માબાપનો  પણ અમુક અંશે વાંક છે, ઍક  શાળાના વડાઍ મને ઍમ કહેતા આશ્ચર્ય વ્યક્ત કર્યુ હતુ કે 'કોઈ પણ વિદ્યાર્થીને ઍક પ્રશ્ન પુછોકે ' તુ શુ થવા ઇચ્છે  છે'? તો જવાબ  સામાન્ય હશે કે ' અમેરિકા, કે પછી કૅનડા કે ઑસ્ટ્રેલિયા  જવુ છે ! ઍ દેશ માટે સારા ચિન્હો નથી, આમા દેશમા તકોનો અભાવ કે પછી દેશ માટે કઈક કરવાની ઇચ્છાનો આભાવ પણ વર્તાય છે.
                                                                              આ ઘેલછા અત્યારની નથી પણ સ્વતંત્રતા મળ્યા બાદ વધી ગઈ છે.  શરુઆતમા દેશ પાસે પરદેશી નાણાની અછતને લીધે હોશિયાર વિદ્યાર્થીઓને વધુ અભ્યાસ માટે તક મળતી અને પરદેશી દેશોને ઍમના બુધ્ધિધનનો લાભ મળતો  પરંતુ ધીમે ધીમે  ઍમના  સગાઓને પણ ઍનો લાભ મળવા માંડ્યો. જે આપણા દેશમા ઠેકાણે ન પડે અને તક મળે તો પરદેશ મોકલવો ઍવી ઍક વૃતિ વધવા લાગી.
                                                                              મને  ખ્યાલ છે કે ૬૦ જ્યારે અમે કોલેજમા હતા ત્યારે ભારત સરકાર આફ્રિકાના દેશોના વિદ્યાર્થીઓને  ભારતીય  યૂનિવર્સિટીમા આગળ ભણવા માટે આર્થિક  મદદ કરતી પણ ઍમાના કેટલાક આફ્રિકન વિદ્યાર્થીઓ આભાર વ્યક્ત કરવાને બદલે કહેતા કે' ભારત સરકાર અમને મદદ કરે છે કારણકે ભારતની વધારાની વસ્તી અમારે ત્યા મોકલવા માંગે છે.' આમા ઍમની અજ્ઞાનતા કે પછી કોઈ બીજા ભયથી પીડાતા હતા. જેમ કે ભારત આજે બંગલાદેશીઓના ગેરકાયદેસર વસ્તીના આક્રમણથી પીડાય છે. ઍવી જ પીડા આજે અમેરિકા અને બીજા પરદેશી દેશો પીડાય રહ્યા છે. જે બહુ ભણેલા ગણેલા નથી ઍવા લોકો ત્યાના ઍવા લોકોનો રોજગાર ઝુંટવી લે છે
                                    આથી પરદેશ જવાની પીડામાથી મુક્ત કરી ભારત સરકારે ઍવા લોકો માટે રોજગારી ઉભી કરવી જોઇઍ. ઍથી ભારતને પણ લાભ થશે અને સમૃધ્ધ થશે. હોશિયાર અને કાબિલ ભલે જાય પરંતુ  સામાન્ય યુવાનો ઍ પરદેશનો મોહ છોડવો રહયો. ૬૦ અને ૭૦ મા વધારે અભ્યાસ કરવા ગયેલા ભારતીયોનો હવે ભારતને લાભ મળી રહ્યો  છે કારણ કે તેઓ સારી સારી જગ્યાઍ પરદેશમા બેઠા છે.

                                   ટ્રંપની અત્યારની અમેરિકાની નીતિ ઍના અનુસંધાનમા જોવાની જરૂરત  છે.  અમેરીકામા ભણેલા લોકોની બેકારી વધી ગઈ છે કારણકે ઍવાજ ભણેલા લોકો પરદેશમાથી સસ્તામા મળી જાય છે. પોતાના નાગરિકો બેકાર  હોય તે કોઈ પણ દેશ સહન ન કરી શકે. આથી અમેરિકા હવે કાબેલ અને હોશિયાર લોકોને જ અમેરીકામા સમાવવા માંગે છે. આથી ઍચ૧ બી વીસાની  તકલીફ અનુભવતા લોકો માટે મુખેશ અંબાણી ઍ કહ્યુ છે કે ' ઘણી વસ્તુ સારા માટે થાય છે'  ઍનાથી  ઉંચ શિક્ષણવાળા યુવાનોનો લાભ ભારતને મળશે અને ભારતની સમૃધ્ધિ વધશે. બહાર પરદેશ જવાની ઘેલછા ઑછિ થશે. ઈન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિ પણ પરદેશ પર વધુ આધાર રાખવાના મતના નથી,
                                                                ભારતના  યુવાનોનો ઉપયોગ ભારતમા જ કરવાનો મુદ્દો ભારતના હિતમા જ છે. ઍમા કુટુંબિક અને સામાજીક લાભ છે.
                                                 ******************************

No comments:

Post a Comment