હોળી
આ વર્ષે '૧૨ મી માર્ચે' અને પૂર્ણિમાને દિવસે હોળી મનાવવામા આવી રહી છે. હોળીની જ્વાળાઓમા રાગ, દ્વેષ, વેર વગેરે બળીને ભસ્મ થઈ જશે, ત્યારબાદ ધુળેટીમા લોકો રંગેબેરંગી રંગો ઉડાડી વાતાવરણને પવિત્રમય બનાવી દેશે. હોળીનો તહેવાર બદલાતી ઋતુના વધામણા કરે છે અને હોળીનો પવિત્ર અગ્નિ માનવીના મનની બધી મલિનતાને દુર કરી નાખે છે.
ઍક કવિેઍ હોળી માટે કહ્યુ છેકે-
જગતમા હોળી જાત જાતની હોય છે
કદી હિંસાની હોળી તો ક્યાક્ સ્વાર્થ અને દ્વેષની હોળી
હોળીમા કદીક શૃંગાર અને કામલીલા દેખાય
તો કદીક સંસારના સંગ્રામમા હોળી ઉભી થાય છે.
જગતમા હોળી----
વસંતની હોળી બહુ અધભૂત હોય છે
જે દિલોને દિલો સાથે મેળવે
અને ઉમંગોને રંગ દ્વારા ઉડાડીને
મૌસમને મદમસ્ત બનાવે છે.
જગતમા હોળી----
હોળી કહે છે કે મારી જ્વાળામા બધી બુરાઈયા બાળી દો
અને દુનિયામા સુખની નદિયા વહાવી દો
જગતમા હોળી----
હરિવંશરાય બચ્ચને ઍક સુંદર કવિતા હોળીના અનુસંધાનમા લખી છે.
ઍક વરસમે ઍકબાર હી જલતિ હૉલીકી જ્વાલા
ઍકબારહી લગતી દીપોકી માલા
દુનિયાવાલો કિસી દિન આ મદિરાલયમે દેખો
દિન કો હોલી, રાત દિવાલી રોજ મનાતી મધુશાલા
આમ હોળી બુરાઈ પર અચ્છાઈના વિજયનુ પર્વ છે.
****************************
No comments:
Post a Comment