Wednesday, September 27, 2017

શાયરોના બદલાતા વિચારો

                                                            કવિઓ અન શાયરો પોતાના વિચારો  સમય પ્રમાણે બદલતા રહેતા હોય છે ઍના નમૂનાઓ સાહિત્યમા  જોવા મળે છે. અને ઍ રસપ્રદ હોય છે.
                                                             મિર્જા ગાલીબે કહ્યુ-
'જાહિદ શરાબ પીને દે  મસ્જિદ મે બૈઠ કર
યા વો જગહ બતા દે જહા ખુદા નહી.'
( મને મસ્જિદ મા દારૂ પીવા દે અથવા મને જગા બતાવ જ્યા ઈશ્વર ન હો)

                                                              તો ત્યારબાદ વર્ષો બાદ બીજા ઍક શાયર અલ્લ્મા ઈકબાલે લખ્યુ કે-
'મસ્જિદ ખુદાકા ઘર હૈ, પીનેકી જગહ નહી
 કાફિર કે  દિલમે જા  વહા ખુદા નહી.'
( મસ્જિદ  ઈશ્વરનુ ઘર  છે, દારૂ પીવાની જગ્યા નથી. તૂ  નાસ્તીકના  દિલમા જા કારણકે ત્યા  ખુદા નથી.)

                                                                ૧૯ મી  સદીમા આજ વિચારને અવગણતા શાયર ફરાજે લખ્યુ-
'કાફિર કે દિલસે આયા હૂ,  મે યે દેખ કર ફરાજ
 ખુદા  મૌજુદ હૈ વહા,  પર ઉસે પતા નહી.'
(હૂ  નાસ્તીકના દિલથી પાછો ફરી રહ્યો છુ. મે જોયુ કે નાસ્તીકના દિલમા પણ  ઈશ્વર છે. પણ ઍને ખબર નથી.)
                                                                       ટુંકમા જમાના અને સમયની સાથે વિચારો પણ બદલાતા રહે છે. અને ઍમાથી  નવીનતા આવી રહે છે. ઍનો લાભ સાહિત્ય અને દુનિયાને મળતો રહે છે.  વહેતા પાણીની જેમ વહેતા વિચારો જ નવસર્જન લાવે છે.
                                                         *****************************************

Friday, September 15, 2017


નરેન્દ્ર મોદીની સરકાર
                                                                                 નરેન્દ્ર મોદી પાસે લોકો પાસે પહોચવાની અને ઍમની પાસે ઍમની વાતોને રજૂ કરવાની અદભૂત કળા છે. આ આવડતે ઍમણે ઍમના રાજકીય શત્રુઓને પરાજીત કર્યા છે.  ઘણીવાર ઍમની વાતો ગમે કે ન ગમે તો પણ લોકોને ગળે ઉતારી દેવામા સફળ પણ થયા છે. ઍજ  ઍમની રાજકીય સિધ્ધી છે. 'નોટબંધી' અને' જી ઍસ ટી, ' જેવી બાબતોમા લોકોને તકલીફ પડી હોય તો પણ ઍનો વિરોધ જનતાઍ મજબૂતીથી નોધાવ્યો નથી ઍ નરેન્દ્ર  મોદીની મોટી સિધ્ધિ છે. 'અમદાવાદનો રિવર ફ્રંટ' અને બુલેટ ટ્રેનનો પ્રૉજેક્ટ બીજી  પાયાની જરૂરીયાત કરતા વધુ મહત્વના છે  ઠસાવવામા ઍ  સફળ નીવડ્યા છે.
                                                                                   નરેન્દ્ર મોદી ગુજરાત માટે તો વધું ઉપયોગી નીવડ્યા છે.  નર્મદા બંધની ઉચાઈ પૂરેપૂરી મંજુર કરાવી અને ગુજરાતની જીવાદોરી સમાન યોજનાને સંપૂર્ણ કરાવવામા ઍમને સફળતા મળી છે.  જોકે નહેરોનુ ઘણુ  કામ હજુ બાકી છે. ગુજરાતને ઓઈલ રૉયલટીમા પણ ન્યાય અપાવ્યો છે. ગુજરાતમા રસ્તાઓ, અને બુલેટ ટ્રેન જેવો પ્રૉજેક્ટ અપાવવામા સફળ રહયા છે. જાપાન કે ચીન જેવા દેશો દ્વારા  ગુજરાતમા ઉદ્યોગો લાવવામા ઍમનોં મોટો ફાળો છે. ટુંકમા માજી કોંગ્રસી સરકાર દ્વારા દબાવવામા આવેલા ઘણા ગુજરાતના પ્રોજેક્ટોને મંજુરી મળી રહી છે.
                                                                                       મોદી સરકાર આજે દેશમા પરદેશી નાણાનુ રોકાણ લાવવામા સફળ નીવડી છે. વિદેશી રોકાણ ૨૦૧૬ મા ૪૬.૪ બિલિયન ડૉલર્સ  જેટલુ આવ્યુ છે. વિદેશ નીતીમા મોદી પાકિસ્તાન અને ચીનને કોર્નર કરવામા સફળ રહ્યા છે. ઍશિયામા પોતાની આર્થિક અને મિલિટરી તાકાત દ્વારા  નાના દેશોને ભયભીત કરતા ચીંનની સામે ઍક મોરચો રચવામા સફળ રહ્યા છે.મોદી ઍ જૂના અને નકામા ઘણા કાયદાઓને રદ કરીદીધા છે. કાળા નાણાંને ડામવા માટે ઓનલાઇન  વ્યહવારોને મોદી સરકાર ઉત્તેજન પણ આપી રહી છે. બેનામી સંપતી પર મોદી સરકારનો ભરડો સખત થઈ રહ્યો છે. વધુને વધુ લોકોને ટૅક્સના દાયરામા લાવવા માંટે જુંબેશ ઉપાડવામા આવી છે. આ બધી સાકારત્મક બાબતો છે.
                                                                                              તે છ્તા ઘણા પ્ર્શ્નોપર મોદી સરકાર સામનો કરી રહી છે. નોટેબંધી બાદ 'જી ડી પી' ૨  પોઈન્ટ નીચે  ગયો છે, અને આશરે બે લાખ કરોડનુ નુકશાન થયુ છે.  ભાવો વધ્યા છે.  બેરોજગારી  આશાના પ્રમાણમા ઘટી  નથી. . નોટેબંધી બાદ નવી નોટો છાપવાનો ખર્ચ ૭૯૬૫ કરોડ જેટલો આવ્યો છે. ઉત્ત્પાદનમા નુકશાન થયુ છે. નાગરિકોની દિવસની આવક ઍવરેજ ફક્ત $૧.૯૦ થીઑછી  રહી  છે. સરકારી બૅંકોની ખરાબ ધિરાણના આંકડાઓ વધી રહ્યા છે.  સરકારી બૅંકોની 'નોન પર્ફૉર્મિંગ અસેટ' બૅંકોના ટોટલ ધિરાણના ૯% સુધી પહોચી ગઈ છે. ઍ બતાવે છે કે બૅંકોની સ્થિતિ સંતોષકારક નથી.
                                                                                         આથી મોદી સરકારે પરિસ્થિતિને અંકુશમા લાવવા માટે ઘણુ કરવાનુ હજુ બાકી છે  અને ૨૦૧૯ના ચૂટણી ઘણી નજદિક આવી રહી છે.
                                     **********************************************

Sunday, September 3, 2017


અનોખા પારસીઓ
                                                                           સેકડો વર્ષો પહેલા પારસીઓ ઈરાનથી ગુજરાતને કિનારે ઉત્તર્યા હતા. ઍમણે તે વખતે ત્યારના રાજાને વચન આપ્યુ હતુકે ' જેમ દૂધમા સાકર મળી જાય છે ઍમ તમારી પ્રજા સાથે ભળી જઈશૂ'. ઍમણે ઍમનુ વચન વર્તનમા, વફાદારીમા અને ઍમના કાર્ય દ્વારા કરી બતાવ્યુ છે. ઍમની સામે આજ સુધીમા કોઈ ફરિયાદ નથી. ઍમણે કદી દેશ પાસે કઈ માગ્યુ નથી પણ હમેશા આપ્યુ છે.
                                          ઍમના હાવભાવ અને ઍમની પોતાની મધુર ગુજરાતી ભાષા વડે દેશના દિલો જીતી લીધા છે. કોઈની સાથે કેજિયો કરવો સહજ ઍમના સ્વભાવમાજ નથી પરંતુ સામેના માણસનુ દિલ જીતવુ ઍ ઍમની ખાસીયત છે.  ઍ લઘુમતી જ્ઞાતિ હોવા છતા પારસીઓે ઍ કદી  લઘુમતીના હક્કોની માંગણી કરી નથી. કદી અનામતની માંગણી પણ કરી નથી. સરકાર સામે કદી આંદોલન પણ કર્યુ નથી.  ઍમણે ઍમને હિન્દુ બહુમતીનો ડર લાગે છે ઍવુ પણ દર્શાવ્યુ નથી. ઍ ઍમની ઉદારતાનો ઍક દાખલો છે. ઍમણે કદી બોમ્બ કે પછી પથ્થરમારો પણ કર્યો હોય ઍવો દાખલો શોધવા જવુ પડે ઍમ છે. ટુંકમા ઍમણે ઍમની દેશ પ્રત્યેની વફાદારીના અનેક દાખલાઓ પૂરા પાડ્યા છે.

                                        પારસી જ્ઞાતિઍ દાદાભોય નવરોજાજી જેવા દેશભક્ત આપ્યા છે તો જમશેદજી ટાટા,  જે આર ડી ટાટા, રતન ટાટા,  શાપૂરજી પાલનજી,  અને ગોદરેજ જેવા ઉદ્યોગપતિઑ પણ આપ્યા છે.   હોમી ભાભા જેવા વિજ્ઞાનિક, તો જુબીન મહેતા જેવા વિશ્વવિખ્યાત સંગીતકાર પણ આપ્યા છે.  સોલી સોરાબજી જેવા વિખ્યાત ધારાશાસ્ત્રી પણ પારસી  અને રૂસી મોદી જેવા  ક્રિકેટર પણ પારસી  જ હતા. પારસીઓેઍ રુસ્તમ કરંજિયા જેવા  પત્રકાર પણ આપ્યા છે. ફિલ્ડ માર્શલ માણેકશા પણ પારસીઓની દેણ છે. બોમન ઈરાની,  ડેજી ઈરાની, હોમી વાડિયા જેવા કલાકારોઍ પારસી કમ્યૂનિટીનુ નામ રૉશન કર્યુ છે.

                                          થોડા વખત પહેલા જ પારસીઓનુ નવુ  વર્ષ 'પટેટી' ગયુ . પારસીઓેઍ આપેલા સંદેશાને દરેક ભારતીયોયે ધ્યાનમા રાખવો જોઈઍ કે ' દેશ પાસે માંગવા કરતા તમે દેશ માટે શુ કરો છો ઍ અગત્યનુ છે'
                                                           *******************************