નરેન્દ્ર મોદીની સરકાર
નરેન્દ્ર મોદી પાસે લોકો પાસે પહોચવાની અને ઍમની પાસે ઍમની વાતોને રજૂ કરવાની અદભૂત કળા છે. આ આવડતે ઍમણે ઍમના રાજકીય શત્રુઓને પરાજીત કર્યા છે. ઘણીવાર ઍમની વાતો ગમે કે ન ગમે તો પણ લોકોને ગળે ઉતારી દેવામા સફળ પણ થયા છે. ઍજ ઍમની રાજકીય સિધ્ધી છે. 'નોટબંધી' અને' જી ઍસ ટી, ' જેવી બાબતોમા લોકોને તકલીફ પડી હોય તો પણ ઍનો વિરોધ જનતાઍ મજબૂતીથી નોધાવ્યો નથી ઍ નરેન્દ્ર મોદીની મોટી સિધ્ધિ છે. 'અમદાવાદનો રિવર ફ્રંટ' અને બુલેટ ટ્રેનનો પ્રૉજેક્ટ બીજી પાયાની જરૂરીયાત કરતા વધુ મહત્વના છે ઠસાવવામા ઍ સફળ નીવડ્યા છે.
નરેન્દ્ર મોદી ગુજરાત માટે તો વધું ઉપયોગી નીવડ્યા છે. નર્મદા બંધની ઉચાઈ પૂરેપૂરી મંજુર કરાવી અને ગુજરાતની જીવાદોરી સમાન યોજનાને સંપૂર્ણ કરાવવામા ઍમને સફળતા મળી છે. જોકે નહેરોનુ ઘણુ કામ હજુ બાકી છે. ગુજરાતને ઓઈલ રૉયલટીમા પણ ન્યાય અપાવ્યો છે. ગુજરાતમા રસ્તાઓ, અને બુલેટ ટ્રેન જેવો પ્રૉજેક્ટ અપાવવામા સફળ રહયા છે. જાપાન કે ચીન જેવા દેશો દ્વારા ગુજરાતમા ઉદ્યોગો લાવવામા ઍમનોં મોટો ફાળો છે. ટુંકમા માજી કોંગ્રસી સરકાર દ્વારા દબાવવામા આવેલા ઘણા ગુજરાતના પ્રોજેક્ટોને મંજુરી મળી રહી છે.
મોદી સરકાર આજે દેશમા પરદેશી નાણાનુ રોકાણ લાવવામા સફળ નીવડી છે. વિદેશી રોકાણ ૨૦૧૬ મા ૪૬.૪ બિલિયન ડૉલર્સ જેટલુ આવ્યુ છે. વિદેશ નીતીમા મોદી પાકિસ્તાન અને ચીનને કોર્નર કરવામા સફળ રહ્યા છે. ઍશિયામા પોતાની આર્થિક અને મિલિટરી તાકાત દ્વારા નાના દેશોને ભયભીત કરતા ચીંનની સામે ઍક મોરચો રચવામા સફળ રહ્યા છે.મોદી ઍ જૂના અને નકામા ઘણા કાયદાઓને રદ કરીદીધા છે. કાળા નાણાંને ડામવા માટે ઓનલાઇન વ્યહવારોને મોદી સરકાર ઉત્તેજન પણ આપી રહી છે. બેનામી સંપતી પર મોદી સરકારનો ભરડો સખત થઈ રહ્યો છે. વધુને વધુ લોકોને ટૅક્સના દાયરામા લાવવા માંટે જુંબેશ ઉપાડવામા આવી છે. આ બધી સાકારત્મક બાબતો છે.
તે છ્તા ઘણા પ્ર્શ્નોપર મોદી સરકાર સામનો કરી રહી છે. નોટેબંધી બાદ 'જી ડી પી' ૨ પોઈન્ટ નીચે ગયો છે, અને આશરે બે લાખ કરોડનુ નુકશાન થયુ છે. ભાવો વધ્યા છે. બેરોજગારી આશાના પ્રમાણમા ઘટી નથી. . નોટેબંધી બાદ નવી નોટો છાપવાનો ખર્ચ ૭૯૬૫ કરોડ જેટલો આવ્યો છે. ઉત્ત્પાદનમા નુકશાન થયુ છે. નાગરિકોની દિવસની આવક ઍવરેજ ફક્ત $૧.૯૦ થીઑછી રહી છે. સરકારી બૅંકોની ખરાબ ધિરાણના આંકડાઓ વધી રહ્યા છે. સરકારી બૅંકોની 'નોન પર્ફૉર્મિંગ અસેટ' બૅંકોના ટોટલ ધિરાણના ૯% સુધી પહોચી ગઈ છે. ઍ બતાવે છે કે બૅંકોની સ્થિતિ સંતોષકારક નથી.
આથી મોદી સરકારે પરિસ્થિતિને અંકુશમા લાવવા માટે ઘણુ કરવાનુ હજુ બાકી છે અને ૨૦૧૯ના ચૂટણી ઘણી નજદિક આવી રહી છે.
**********************************************
No comments:
Post a Comment