અનોખા પારસીઓ
સેકડો વર્ષો પહેલા પારસીઓ ઈરાનથી ગુજરાતને કિનારે ઉત્તર્યા હતા. ઍમણે તે વખતે ત્યારના રાજાને વચન આપ્યુ હતુકે ' જેમ દૂધમા સાકર મળી જાય છે ઍમ તમારી પ્રજા સાથે ભળી જઈશૂ'. ઍમણે ઍમનુ વચન વર્તનમા, વફાદારીમા અને ઍમના કાર્ય દ્વારા કરી બતાવ્યુ છે. ઍમની સામે આજ સુધીમા કોઈ ફરિયાદ નથી. ઍમણે કદી દેશ પાસે કઈ માગ્યુ નથી પણ હમેશા આપ્યુ છે.
ઍમના હાવભાવ અને ઍમની પોતાની મધુર ગુજરાતી ભાષા વડે દેશના દિલો જીતી લીધા છે. કોઈની સાથે કેજિયો કરવો સહજ ઍમના સ્વભાવમાજ નથી પરંતુ સામેના માણસનુ દિલ જીતવુ ઍ ઍમની ખાસીયત છે. ઍ લઘુમતી જ્ઞાતિ હોવા છતા પારસીઓે ઍ કદી લઘુમતીના હક્કોની માંગણી કરી નથી. કદી અનામતની માંગણી પણ કરી નથી. સરકાર સામે કદી આંદોલન પણ કર્યુ નથી. ઍમણે ઍમને હિન્દુ બહુમતીનો ડર લાગે છે ઍવુ પણ દર્શાવ્યુ નથી. ઍ ઍમની ઉદારતાનો ઍક દાખલો છે. ઍમણે કદી બોમ્બ કે પછી પથ્થરમારો પણ કર્યો હોય ઍવો દાખલો શોધવા જવુ પડે ઍમ છે. ટુંકમા ઍમણે ઍમની દેશ પ્રત્યેની વફાદારીના અનેક દાખલાઓ પૂરા પાડ્યા છે.
પારસી જ્ઞાતિઍ દાદાભોય નવરોજાજી જેવા દેશભક્ત આપ્યા છે તો જમશેદજી ટાટા, જે આર ડી ટાટા, રતન ટાટા, શાપૂરજી પાલનજી, અને ગોદરેજ જેવા ઉદ્યોગપતિઑ પણ આપ્યા છે. હોમી ભાભા જેવા વિજ્ઞાનિક, તો જુબીન મહેતા જેવા વિશ્વવિખ્યાત સંગીતકાર પણ આપ્યા છે. સોલી સોરાબજી જેવા વિખ્યાત ધારાશાસ્ત્રી પણ પારસી અને રૂસી મોદી જેવા ક્રિકેટર પણ પારસી જ હતા. પારસીઓેઍ રુસ્તમ કરંજિયા જેવા પત્રકાર પણ આપ્યા છે. ફિલ્ડ માર્શલ માણેકશા પણ પારસીઓની દેણ છે. બોમન ઈરાની, ડેજી ઈરાની, હોમી વાડિયા જેવા કલાકારોઍ પારસી કમ્યૂનિટીનુ નામ રૉશન કર્યુ છે.
થોડા વખત પહેલા જ પારસીઓનુ નવુ વર્ષ 'પટેટી' ગયુ . પારસીઓેઍ આપેલા સંદેશાને દરેક ભારતીયોયે ધ્યાનમા રાખવો જોઈઍ કે ' દેશ પાસે માંગવા કરતા તમે દેશ માટે શુ કરો છો ઍ અગત્યનુ છે'
*******************************
No comments:
Post a Comment