Saturday, October 21, 2017


દિપાવલીની મહત્વતા
                                                                                                              દિપાવલી ઍ હિન્દુઓનો મોટો તહેવાર છે.  ઍ અધર્મ પર ધર્મનો વિજયનો પર્વ છે. ઍ વાતાવરણ , આંતરિક મેલ, અને અજ્ઞાનતામાથી જ્ઞાન તરફ લઈ જનારો તહેવાર છે. દીપ  હંમેશ જીવનમા નવઉલ્લાસ લાવે છે. ઍટલેકે દિવાળી વિજ્ઞાનિક, આધ્યાત્મિક અને નવજીવન તરફ માર્ગદર્શન આપનાર તહેવાર છે. કહેવાય છેકે રામ રાવણનો વધ કરી અયોધ્યા આવ્યા ત્યારથી ઉજવાતો તહેવાર છે. આથી ઍની પાછળ હજારો વર્ષનો ઇતીહાસ છે અને ઍમા હિન્દુઓની ધાર્મિક ભાવના સમાયેલી છે. ધાર્મિકતા ઉપરાંત ઍમા સંદેશ પણ છે જે વિશ્વ માટે મહત્વનો છે.


દિવાળી આવી નવ જ્ઞાનના દીવા લાવી
 નવરચના અને નવઉલ્લાસનો સંદેશો લાવી
ગરીબો માટે નવ આશાઓ લાવી
 ધનના સદુપયોગમાટે પ્રેરણાઑ લાવી
દિવાળી આવી---
ત્યાગ અને બલિદાનની ભાવનાઓ ઉપાસાવી
લોકોને માટે નવ સમાજની  રચના  કરાવી
 જીવનને સમૃધ્ધ અને સુખી બનાવી
 ચારે બાજુ આનંદમય  દુનિયા  લાવી
દિવાળી આવી---
બહારી અને આંતરિક મેલને કાઢી
સાથે મળીને  ઍક સુંદર  દુનિયા બનાવવા
દિવાળી આવી---



                                                                 હિન્દુઓ આખા વિશ્વમા  સ્થાપિત થયેલા છે ઍટલે દિવાળીનો સંદેશ આખી દુનિયામા ફેલાયેલો છે. આથી અમેરિકાથી તે ઑસ્ટ્રેલિયા સુધી  દિપાવલીનો પ્રકાશ હવે ફેલાય ચૂક્યો છે. પશ્ચીમે પણ  તાર્તિક્તાથી દિપાવલીના તહેવારનેઅપનાવી લીધો છે. કેટલાઍ દેશો હવે દિપાવલીના તહેવાર નીમીત્તે પોસ્ટલ સ્ટૅંપો પણ બહાર પાડી છે. આથી દિપાવલી હવે વિશ્વિક તહેવાર બની ચૂક્યોછે. ઍની   મહત્વતા ઍના સંદેશને કારણે છે.

                                                          **************************************

Thursday, October 12, 2017


કબીર
                                                                                          કબીરે આધ્યાત્મિક સાહિત્યમા સારુ ઍવુ પ્રદાન કરેલુ છે. તૅઓ સામાન્ય વણકર હતા. અને ઉચ્ચ શિક્ષણ પણ પામેલા ન હતા. ઍમણે ઍક  સામાન્ય જીવન જીવી લોકોને ઍમની ભાષામા સામાન્ય જ્ઞાન આપી લોકોના જીવનને સુખમય બનાવવામા  મદદ કરી હતી. ઍમના આજે પણ લાખો લોકો ભક્તો છે કારણકે ઍમના દુહાઓ ઍમના દિલ સરસા ઉત્તરી જાય છે.
                                                                                      ભરુચની બાજુમા આજે પણ કબીર વડ ઉભો છે.  કબીરે જીવનનાં સત્યો ઍના દુહાઓમા ગાયા છે જે આજે પણ ઍટલાજ જીવનને લાગુ પડે  છે.
કબીરે કહ્યુ છે કે-
"કુંભે બાંધા  જ્લ રહે, જ્લ બિન કુંભ ન હોય.
  જ્ઞાને બાંધા મન રહે, મન બીનુ જ્ઞાન ન હોય."
( માટીના કુંભમા પાણી  રાખી શકાય છે, પણ પાણી વગર કુંભ બનાવવો અશક્ય છે. તેવી  જ  રીતે મનને ડહાપણ જ કાબૂમા રાખી શકે છે, પરંતુ  ડહાપણ પણ મન વગર આવતુ નથી.)
ઈશ્વરના અસ્તિત્વ પર કબીર કહે છે-
" નહી ખાલમે, નહી પૌછ્મે, ના  હૅડ્ડી, ના માંસ મે
   ના મૈ  દેવલ, ના મૈ મસ્જિદ, ના કાબે,  કૈલાસમે
   મૈ તો રહો સહર કે બહાર, મેરી પુરી મવાસમે મે
   કહે કબીર સૂનો ભાઈ સાધો, સબ સાંસોકી  આંસુ મે
   મૌકો  કહા ઢૂંઢો બંદો, મૈ તેરે પાસમે.
( હૂ  નથીચામડીમા, હાડકામા  કે માંસમા, હૂ  ચર્ચમા, મસ્જીદમા, કે કૈલાસમા પણ નથી. મને  ન ઢૂંઢો બંદો હૂ તો તમારી બાજુમા છુ. તમારા સાંસોમા. )
               કબીરે ઍક ડહાપણની વાતમા કહ્યુ છે કે-
"બડા હુવાતો ક્યા , જૈસે પેડ ખજૂર.
  પંથીકો છાયા નહી, ફલ લાગે અતી દુર"
( મોટા હોવાનો શુ ફાયદો?  ખજૂરના  વૃક્ષની જેમ  કે 'કોઈ યાત્રીને છાયો પણ  ન આપે અને ફળ પણ નહી.')
                                     આમ અભણ કબીર  આધ્યાત્મના ઉંચ કક્ષા ઍ પહોચેલા સંત હતા.
                                                  *******************************

Saturday, October 7, 2017


પહેલુ સુખ તે જાતે નર્યા
                                                                     તંદુરસ્તીનૅ જળવવા માટે થોડા નીયમો જીવનમા પાળવા આવશ્યક છે. શરીરમા હોજરી, મુત્રાશય, હાર્ટ, વગેરે ઘણા અગત્યના અંગો છે. ઍને સારી રીતે સ્વસ્થ રાખવા માટે કાળજી લેવી આવશ્યક છે. હોજરી અને યૂરિનરી ટ્રેકને સ્વસ્થતા  માટે
૧) હમેશા ભૂખ કરતા ઑછુ ખાવુ જોઇઍ.
૨) દારૂ, અન ચોકલેટ જેવા પદાર્થોથી દૂર રહેવા પ્રયત્નો કરવા જોઇઍ.
૩) સૂતા પહેલા ખાવાની આદતો હાનિકારક છે.
૪)  સિગરેટ અને તમાકુના સેવનથી દૂર રહેવુ જોઇઍ.
૫) શરીરનુ વજન હમેશા કાબૂમા રાખવુ રહ્યુ.
૬) રાતના સુતી વખતે માથુ પાથરીથી ઉંચુ રાખવુ જોઇઍ.
૭) ચરબી વાળા પદાર્થો  ઑછા ખાવા.
૮)  વાયુ ઉત્ત્પન કરતો ખોરાક ઑછો ખાવો અથવા ઍનાથી દૂર રહેવુ.
૯) બિન્સ ખાવાથી પાચન શક્તિ  વધે છે.

                                                  બંધ કોશ ઍ પણ ઍક પીડાકારક રૉગ છે જે માણસને બેચેન બનાવી દે છે. ઍક રીતે જોતા ઍ પણ  આંતરડાને લાગતો જ રૉગ છે. ઍટલા માટે
૧) ભોજન નિયમિત હોવુ જોઇઍ.
૨) ફાઇબર વાળા પદાર્થો વધુ ખાવા જોઇઍ.
૩)  વધારે પાણી પીવાની આદત રાખવી.
૪) જુલાબની આદતથી દૂર રહેવુ.
૫) શારીરિક પ્રવૃત્તિઓ વધારવી જોઇઍ.
૬)બંધકોશ કદીક માનસિક હોય છે ઍટલા માટે સામાન્ય પ્રવૃિતિઓ સાથે બીજી પ્રવૃત્તિઓ પ્રત્યે પણ અનુકુળતા કેળવવી રહી.

                                                        આખરે તો આપણે આપણા શરીરનુ જેટલુ ધ્યાન રાખીઍ ઍટલુ શરીર સારુને અને સ્વસ્થ રહે છે.
                                                  ***************************************

Wednesday, October 4, 2017


ભારત વિશેનો ઍક અહેવાલ
                                                                           આ માહિતીઑ  વાંચી તમને ખ્યાલ આવશે કે ભારતનો વિકાસ કેમ આટલો ઈયળની ગતિઍ  ચાલે છે?  પ્રજાની  ધગશ અને ઍની પ્રવૃત્તિઓ પર જ દેશના વિકાસનો દર આધારિત છે. આખરે નેતાઓ પણ ઍ પ્રજામાથી જ આવે છે અને પ્રજાની આદતો પર ઍમને પણ અવલંબીત રહેવુ પડે છે. નીચે આપેલા આંકડાઓ કદાચ ૧૦૦ ટકા  સાચા ન હોય તો પણ ઍમા ઘણે અંશે તથ્ય સમાયેલૂ છે.  આથી ઍના  પર વિચાર કરવુ આવશ્યક છે. ઍમા કઈ પરિવર્તન લાવવાથી દેશને લાભ થઈ શકે. ભારતની વસ્તીને નીચે મુજબ ઍક અહેવાલમા વહેચવામા આવ્યો છે.

૧) ઍક કરોડ બાવાઓ અને ભિખારીઓ છે.
૨) ઍક કરોડ હોસ્પિટલોમા દાખલ થયેલા હોય છે.
૩) ઍક કરોડ નેતાગીરી કરે છે. ઍમની કમાણી પ્રજાના પૈસા સિવાય ક્યાથી આવે ઍ પણ પ્રશ્ન છે.
૪) ૨ કરોડ પાંચ વર્ષની  નીચેના છે.
૫) ૭ કરોડ નૃિવૃત્ત વશિષ્ટ નાગરિકો છે.
૬)  ૧૦ કરોડ આશરે બેકાર છે.
૭) ૧૧ કરોડ કોલેજમા અભ્યાસ કરી રહ્યા છે.
૮) ૧૪ કરોડ સ્કૂલમા અભ્યાસ કરી રહ્યા છે.
૯) ૩૧ કરોડ સરકારી કર્મચારીઓ છે. ઍમાના કેટલા ઍમનુ કામ બરાબર કરે છે ઍના કોઈ આંકડાઓ નથી.
૧૦) ૨૨ કરોડ મહિલાઓ છે જે  કામ કરતી નથી. ઍમા કદાચ ઘણી ઘરકામ કરતી હશે પરંતુ ઍના આંકડાઓ નથી.
૧૧)  ૧ કરોડ ફેસ બુક જેવા સામાજીક મીડીયા પર સમય પસાર કરી રહયા છે.
                                                                   આતો૧૦૧ કરોડ વસ્તીના આંકડાઓ છે. બાકીની  વસ્તીના આંકડાઓ પણ ઉપર જણાવેલા આંકડાઓના ટકાવારી પ્રમાણે વહેચવા રહ્યા. આ બધા પ્રજાની  પ્રવૃત્તિના આંકડાઓ જોતા દેશમા ઘરખમ ફેરફારોની આવશક્યતા જરૂરી છે. નહી તો ભારત પ્રગતિશીલ વિશ્વની સાથે પગ મીલાવવામા પાછળ રહી જશે ઍમા શંકા નથી. ઍ વાતને ધ્યાનમા રાખી યોગ્ય પગલાઓ આવશ્યક છે જે ભારતના હિતમા છે.

                                                                    **********************************