ભારત વિશેનો ઍક અહેવાલ
આ માહિતીઑ વાંચી તમને ખ્યાલ આવશે કે ભારતનો વિકાસ કેમ આટલો ઈયળની ગતિઍ ચાલે છે? પ્રજાની ધગશ અને ઍની પ્રવૃત્તિઓ પર જ દેશના વિકાસનો દર આધારિત છે. આખરે નેતાઓ પણ ઍ પ્રજામાથી જ આવે છે અને પ્રજાની આદતો પર ઍમને પણ અવલંબીત રહેવુ પડે છે. નીચે આપેલા આંકડાઓ કદાચ ૧૦૦ ટકા સાચા ન હોય તો પણ ઍમા ઘણે અંશે તથ્ય સમાયેલૂ છે. આથી ઍના પર વિચાર કરવુ આવશ્યક છે. ઍમા કઈ પરિવર્તન લાવવાથી દેશને લાભ થઈ શકે. ભારતની વસ્તીને નીચે મુજબ ઍક અહેવાલમા વહેચવામા આવ્યો છે.
૧) ઍક કરોડ બાવાઓ અને ભિખારીઓ છે.
૨) ઍક કરોડ હોસ્પિટલોમા દાખલ થયેલા હોય છે.
૩) ઍક કરોડ નેતાગીરી કરે છે. ઍમની કમાણી પ્રજાના પૈસા સિવાય ક્યાથી આવે ઍ પણ પ્રશ્ન છે.
૪) ૨ કરોડ પાંચ વર્ષની નીચેના છે.
૫) ૭ કરોડ નૃિવૃત્ત વશિષ્ટ નાગરિકો છે.
૬) ૧૦ કરોડ આશરે બેકાર છે.
૭) ૧૧ કરોડ કોલેજમા અભ્યાસ કરી રહ્યા છે.
૮) ૧૪ કરોડ સ્કૂલમા અભ્યાસ કરી રહ્યા છે.
૯) ૩૧ કરોડ સરકારી કર્મચારીઓ છે. ઍમાના કેટલા ઍમનુ કામ બરાબર કરે છે ઍના કોઈ આંકડાઓ નથી.
૧૦) ૨૨ કરોડ મહિલાઓ છે જે કામ કરતી નથી. ઍમા કદાચ ઘણી ઘરકામ કરતી હશે પરંતુ ઍના આંકડાઓ નથી.
૧૧) ૧ કરોડ ફેસ બુક જેવા સામાજીક મીડીયા પર સમય પસાર કરી રહયા છે.
આતો૧૦૧ કરોડ વસ્તીના આંકડાઓ છે. બાકીની વસ્તીના આંકડાઓ પણ ઉપર જણાવેલા આંકડાઓના ટકાવારી પ્રમાણે વહેચવા રહ્યા. આ બધા પ્રજાની પ્રવૃત્તિના આંકડાઓ જોતા દેશમા ઘરખમ ફેરફારોની આવશક્યતા જરૂરી છે. નહી તો ભારત પ્રગતિશીલ વિશ્વની સાથે પગ મીલાવવામા પાછળ રહી જશે ઍમા શંકા નથી. ઍ વાતને ધ્યાનમા રાખી યોગ્ય પગલાઓ આવશ્યક છે જે ભારતના હિતમા છે.
**********************************
No comments:
Post a Comment