પહેલુ સુખ તે જાતે નર્યા
તંદુરસ્તીનૅ જળવવા માટે થોડા નીયમો જીવનમા પાળવા આવશ્યક છે. શરીરમા હોજરી, મુત્રાશય, હાર્ટ, વગેરે ઘણા અગત્યના અંગો છે. ઍને સારી રીતે સ્વસ્થ રાખવા માટે કાળજી લેવી આવશ્યક છે. હોજરી અને યૂરિનરી ટ્રેકને સ્વસ્થતા માટે
૧) હમેશા ભૂખ કરતા ઑછુ ખાવુ જોઇઍ.
૨) દારૂ, અન ચોકલેટ જેવા પદાર્થોથી દૂર રહેવા પ્રયત્નો કરવા જોઇઍ.
૩) સૂતા પહેલા ખાવાની આદતો હાનિકારક છે.
૪) સિગરેટ અને તમાકુના સેવનથી દૂર રહેવુ જોઇઍ.
૫) શરીરનુ વજન હમેશા કાબૂમા રાખવુ રહ્યુ.
૬) રાતના સુતી વખતે માથુ પાથરીથી ઉંચુ રાખવુ જોઇઍ.
૭) ચરબી વાળા પદાર્થો ઑછા ખાવા.
૮) વાયુ ઉત્ત્પન કરતો ખોરાક ઑછો ખાવો અથવા ઍનાથી દૂર રહેવુ.
૯) બિન્સ ખાવાથી પાચન શક્તિ વધે છે.
બંધ કોશ ઍ પણ ઍક પીડાકારક રૉગ છે જે માણસને બેચેન બનાવી દે છે. ઍક રીતે જોતા ઍ પણ આંતરડાને લાગતો જ રૉગ છે. ઍટલા માટે
૧) ભોજન નિયમિત હોવુ જોઇઍ.
૨) ફાઇબર વાળા પદાર્થો વધુ ખાવા જોઇઍ.
૩) વધારે પાણી પીવાની આદત રાખવી.
૪) જુલાબની આદતથી દૂર રહેવુ.
૫) શારીરિક પ્રવૃત્તિઓ વધારવી જોઇઍ.
૬)બંધકોશ કદીક માનસિક હોય છે ઍટલા માટે સામાન્ય પ્રવૃિતિઓ સાથે બીજી પ્રવૃત્તિઓ પ્રત્યે પણ અનુકુળતા કેળવવી રહી.
આખરે તો આપણે આપણા શરીરનુ જેટલુ ધ્યાન રાખીઍ ઍટલુ શરીર સારુને અને સ્વસ્થ રહે છે.
***************************************
No comments:
Post a Comment