કબીર
કબીરે આધ્યાત્મિક સાહિત્યમા સારુ ઍવુ પ્રદાન કરેલુ છે. તૅઓ સામાન્ય વણકર હતા. અને ઉચ્ચ શિક્ષણ પણ પામેલા ન હતા. ઍમણે ઍક સામાન્ય જીવન જીવી લોકોને ઍમની ભાષામા સામાન્ય જ્ઞાન આપી લોકોના જીવનને સુખમય બનાવવામા મદદ કરી હતી. ઍમના આજે પણ લાખો લોકો ભક્તો છે કારણકે ઍમના દુહાઓ ઍમના દિલ સરસા ઉત્તરી જાય છે.
ભરુચની બાજુમા આજે પણ કબીર વડ ઉભો છે. કબીરે જીવનનાં સત્યો ઍના દુહાઓમા ગાયા છે જે આજે પણ ઍટલાજ જીવનને લાગુ પડે છે.
કબીરે કહ્યુ છે કે-
"કુંભે બાંધા જ્લ રહે, જ્લ બિન કુંભ ન હોય.
જ્ઞાને બાંધા મન રહે, મન બીનુ જ્ઞાન ન હોય."
( માટીના કુંભમા પાણી રાખી શકાય છે, પણ પાણી વગર કુંભ બનાવવો અશક્ય છે. તેવી જ રીતે મનને ડહાપણ જ કાબૂમા રાખી શકે છે, પરંતુ ડહાપણ પણ મન વગર આવતુ નથી.)
ઈશ્વરના અસ્તિત્વ પર કબીર કહે છે-
" નહી ખાલમે, નહી પૌછ્મે, ના હૅડ્ડી, ના માંસ મે
ના મૈ દેવલ, ના મૈ મસ્જિદ, ના કાબે, કૈલાસમે
મૈ તો રહો સહર કે બહાર, મેરી પુરી મવાસમે મે
કહે કબીર સૂનો ભાઈ સાધો, સબ સાંસોકી આંસુ મે
મૌકો કહા ઢૂંઢો બંદો, મૈ તેરે પાસમે.
( હૂ નથીચામડીમા, હાડકામા કે માંસમા, હૂ ચર્ચમા, મસ્જીદમા, કે કૈલાસમા પણ નથી. મને ન ઢૂંઢો બંદો હૂ તો તમારી બાજુમા છુ. તમારા સાંસોમા. )
કબીરે ઍક ડહાપણની વાતમા કહ્યુ છે કે-
"બડા હુવાતો ક્યા , જૈસે પેડ ખજૂર.
પંથીકો છાયા નહી, ફલ લાગે અતી દુર"
( મોટા હોવાનો શુ ફાયદો? ખજૂરના વૃક્ષની જેમ કે 'કોઈ યાત્રીને છાયો પણ ન આપે અને ફળ પણ નહી.')
આમ અભણ કબીર આધ્યાત્મના ઉંચ કક્ષા ઍ પહોચેલા સંત હતા.
*******************************
No comments:
Post a Comment