Tuesday, November 14, 2017


અભિનય અને વાસ્તવિકતા
                                                   હૉલીવુડની ઍક ટીવી સીરિયલ' ક્વાંટિકોમા' ભારતીય અભિનેત્રી પ્રિયંકા ચોપરા'ઍફબીઆઇ 'ઍજેંટ આલેક્સ  પૅરિશના નામ  હેઠળ કામ કરી રહી  છે. ઍના અભિનયને  વિશ્વિક તરે પ્રસંસા પણ કરવામા આવી છે અને ઍવાર્ડથી નવાજવામા આવી છે. ઍ ઍક વાર વિશ્વ સુંદરી બની ચૂકી છે અને બોલીવૂડમા પણ સફળ અભિનેત્રી છે. આ ઍક ભારતીય અભિનેત્રીની અમેરીકામા પણ
સફળતાની કહાની છે.
                                                     જ્યારે અમેરીકામા ઍક ભારતીય અમેરિકન યુવતી આશા રન્ગપ્પા 'ઍફબીઆઇ' ઍજેંટ રહી ચૂકી છે. તેણે 'ઍફબીઆઇ' ક્વાંટિકો,  વર્જીનિયા ખાતે સખત ટ્રેનિંગ  લઇ 'ઍફબીઆઇ ' ની  ન્યૂયોર્ક  ડિવિજનલ ઑફીસમા  ત્રણ વર્ષ કામ કર્યુ હતુ.  ઍનો મુખ્ય વિષય  હતો ' કાઉંટર ઇંટેલિજેન્સ' . ઍ અમેરિકાની  સલામતીની દ્રષ્ટી ઍ બહુજ અગત્યની બાબત ગણાય છે. આશાઍ ઍના ઍક સાથી  ઍજેંટ સાથે લગ્ન પણ કર્યા હતા, પરંતુ ત્યારબાદ ઍની સાથે ડાઇવોર્સ થઈ ગયા હતા.
                                                '  ઍફબીઆઇ'  છોડી દીધા બાદ  આશાઍ 'યેલ યૂનિવરસિટી 'ખાતે  ' જૅકસન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ગ્લોબલ અફેર્સમા ' અસોસીયેટ ડીન તરીકે જોડાઈ ગઈ હતી. અને' યેલ' માથી કાયદાની ડિગ્રી પણ મેળવી.
                                                      આજે ઍ અમેરિકન ટીવી પર અને  વર્તમાનપત્રોમા અમેરિકાની સલામતી બાબતોને લાગતી વિવેચક બની ગઈ છે, પ્રેસીડેન્ટ ડોનાલ્ડ ટ્રંપની ચૂટણી વખતે  રશિયા ઍ કરેલા હસ્તપેક્ષ વિષે પણ ઍ વિલેક્ષણ કરતી રહે છે.
                                                         પ્રિયંકા ચોપરાની 'ક્વાંટિકો સીરિયલના' અભિનયની ઍ  પ્રશંસા કરે છે પરંતુ ઍ સેરિયલને ઍ થોડુ સત્ય અને  નાટકિયતાનુ મિશ્રણ માને છે.  ઍને મતે પ્રિયંકાની સફળતા બીજી  સાઉથ  ઍશિયન સ્ત્રી માટે અમેરીકામા પ્રેરણા રૂપ બની રહી છે.
                                     મુદ્દાની વાત તો ઍ છે કે ભારતીય યુવતીઓ  કોઈ પણ રીતે પશ્ચિમની યુવતીઓથી ઉતરતી નથી.
                                            **************************

Sunday, November 5, 2017


પાણી
                                                                                       પાણી ઍ માનવ જીવનની જીવન દોરી છે. પાણી વગરના જીવનની  કલ્પના પણ ન થઈ શકે. પૃથ્વી પરનુ જીવન પાણીને આભારી છે.  વિજ્ઞાનિકો  ગ્રહો પર કે પછી બ્રમ્હાંડમા ક્યા પાણી છે ઍની શોધ ચલાવી રહ્યા છે. ભારતે અત્યારે ઍક યાન ચન્દ્ર પર મોકલ્યુ હતુ અને માહિતી મેળવી હતીકે ત્યા પણ અમુક ભાગમા પાણી છે. ઍ ઘણી  મહત્વની માહિતી છે.

                                                                                      માનવીના શરીરમા કે પછી લોહીમા પણ ૭૦% પાણી છૅ, જે  જીવન અર્પે છે.  અનાજને  પકાવવામા પાણીની જરૂર પડે છે. જીવનને સ્વચ્છ અને તંદુરસ્ત રાખવા માટે પાણી આવશ્યક છે. માનવી જીવનમા જીવવા માટે ઑક્ષિજનની જરૂર છે જે પાણીનો ઍક અંગ છે. ઍટલેકે પાણી હાઇડ્રૉજન અને ઑક્ષિજનથી બનેલુ છે. જ્યા પાણી હોય ત્યાજ બધી સંસ્કૃતિઓ વસેલી છે.
આથી પાણી માટે કહેવાય છેકે-

પાણી
પાણી આકાશમાથી જમીન પર આવે છે
ઍનો ના કોઈ આકાર, અને જમીન અંદર પણ વહે છે
ઍ તરસ્યાઓની તરસ મીટાવે અને ધરતીને સ્વચ્છ બનાવે
થાકેલાનો થાક ઉતારે અને ઍમના જીવનમા તાજગી લાવે
પાણી
પોચુ અને નિર્મળ છે સ્વભાવમા, અને જ્યા ત્યા સમાઇ જાય
પણ વિફરે તો વિનાશ લાવી મૂકે જ્યા ત્યા જીવનમા
આમ તો ગુણો  ગણાય નહી છે ઍટલા ઍના
 પણ અવગુણ ઍટલા  ભયંકર કે પ્રલય ફેલાવી દે ઍવા
પાણી
પાણીથી જીવન અને જીવો છે અને પૃથ્વી પર સ્વર્ગ છે
પરંતુ ઍનામા ઍવી શક્તિ છે કે જગતને નરક બનાવી શકે પલકમા
પાણી

                                                     *****************************

Thursday, November 2, 2017


ચીનની કૂટનીતિ   
                                                                                           ચીન અને ભારત વચ્ચે ઍશિયામા આર્થિક  નેતાગીરી માટે હરીફાઈ ચાલી રહી છે. તે ઉપરાંત  ભારત લોકશાહીને વરેલુ છે જ્યારે ચીનમા સરમુખત્યારી ચાલી રહી છે.   આથી બે  વિચારધારાઓનો સંઘર્ષ પણ ઍમા સમાયેલો છે.  આવા સંઘર્ષોની સાથે ચીન ઍની કુટનીતી પણ ચલાવી રહ્યુ છે. ભારતના પડોશી અને જાની દુશ્મન પાકિસ્તાન સાથે પણ  ચીનના સબંધો ઍક્દમ  નજદિક્ના છે. ચીને ભારતને રાજનીતિક  રીતે ઍના બીજા પડોસી રાજ્યો સાથે નજદીક્ સબંધો બાંધી ભારતને  ઘેરવા પ્રયત્નો કર્યા છૅ અને ઍ દિશામા આગળ  વધી રહયુ છે. ઍ પણ ઍની કુટનીતિનો ભાગ છે  જે દ્વારા ભારતને નીર્બળ બનાવવા અને પાછળ ધકેલવા પ્રયત્નશીલ છે.ભારતઍ નીતિનો સામનો કરવા પોતાની રીતે પ્રયત્નશીલ છે. આથી ચીનની ચાલને સમજવી જરૂરી છે.
                                                                                            ચીને ભારતના પડોસી રાષ્ટ્રોમા પોતાનો પગ પૈસાઓ વેરીને  મજબૂત કરી રહયુ છે.
૧) પાકિસ્તાનમા ચીન કરાચી ખાતે  અણુ રીઍક્ટર બનાવી રહ્યુ છે. ગેરકાયદેસર રીતે પાકિસ્તાનના કબ્જામા રહેલા કાશ્મીરના ભાગમા હાઇવે બંનાવી આર્થિક કોરિડર બનાવી રહ્યુ છે, જે ભારતના હિતની વિરૂધ્ધમા છે.  પાકિસ્તાનનુ ગવાદાર બંદર બનાવી ઍમા પોતાનુ  લશ્કરી  મથક બનાવી રહયુ છે. પાકિસ્તાનના  મોટા માથાના ત્રાસવાદીઓને ભારતની સામે યૂનાઈટેડ નેશન્સમા રક્ષણ આપી રહ્યુ છે. પાકિસ્તાનમાથી પસાર થતો અને ચીને બાંધેલો કારાકોરમ હાઈવે દુનિયાની ઍક અજાઇબી જેવો છે. ઍનો ઉપયોગ ચીન ઍના વેપારને વધારવા માટે જ કરશે.
૨) મૈનામારમા ( બર્મા)  ખાણ  ક્ષેત્રમા ચીને ડૉલર ૭.૩ બિલિયનનુ રોકાણ કરેલુ છે, અને કિયાંક પ્યુ  બંદર બાંધી આપી  રહ્યુ છે.  મિટ્સન બંધ બાંધવા ૩.૬ બિલિયનનુ  રોકાણ કરવા પણ તૈયાર છે.
૩) શ્રી લંકામા  હમ્બન્તિતા  બંદર ચીને ભાડે લીધુ છે અને શ્રી લંકાનુ  ચીનને આપવાનુ  ડૉલર ૮ બિલિયનનુ દેવુ છે.
૪)નેપાળને ચીને બ્રૉડ બૅંડ ઈન્ટેરનેટની સગવડ કરી આપી છે. અને ડૉલર ૮.૩ બિલિયનનુ  રોકાણ કરવા માંગે છે.
૫)  માલદિવ પાસે ચીને  તદ્દન નિર્જીવ ટાપુ ૫૦ વર્ષના પેટે ભાડે લીધો છે જેના પર ઍ  પોતાના ઍરફોર્સેનો  બેજ઼ બનાવવા માંગે છે.
૬) ભૂટાન સાથે ચીનને ત્રણ સીમા વિવાદ  છે જેમાનો  દોકલામ ઍક છે. ચીન દોક્લામ વિવાદ છોડી દેવા તૈયાર છે જો ભૂટાન બીજા બે વિવાદોમા નમતુ આપે. તે ઉપરાંત  મોટુ ઍવુ રોકાણ ભૂટાનના વિકાસ માટે કરવા તૈયાર છે.
૭) બાંગ્લાદેશને ચીને બે  સબમરીન આપી છે. ઍમના ૩૪ પ્રોજેક્ટો માટે ડૉલર  ૩૫  બિલિયન રોકાણ કરવા તૈયારી દાખવી  છૅ.
                                                                          આ બધા પ્રલોભન ભારતના પડોશી રાષ્ટ્રોને ભારત સામે ઉભા કરવા માટેની કુટનીતી છે. તે ઉપરાંત ભારત પર દબાણ વધારવા માટે દોક્લમ, અરુણાચલ જેવા પ્રદેશો પર દાવો કરી રહયુ છે. બ્રહ્મ્મ્પુત્રા નદી પર બંધ બાંધી ચીને ઍના પાણી પર કબજો જમાવ્યો છે. અને હવે ઍનુ પાણી ટનેલ મારફતે વાળવાની યોજના બનાવી રહ્યુ છે. આ પણ ભારતને ઍક કે બીજી રીતે હેરાન કરવાની કુટનીતિના ભાગરૂપ જ છે. મુળમા ચીન પોતાની સર્વોપરીતતાનુ  પ્રદર્શન કરી રહ્યુ છે.
                                                         ***********************************