Wednesday, February 14, 2018


શિવરાત્રી
                                                                                    ભારતભરમા અને આખા વિશ્વમા હિન્દુઑઍ ગઈકાલે ઍટલે ૧૩મી ફેબ્રુઆરી ૨૦૧૮ ઉજવી. શિવરાત્રી ઍ કરોડો જનોની ઍક અનંત શ્રધ્ધાનુ પ્રતીક છે.  હિન્દુ  ધર્મમા શિવ ઍવી શક્તિ છે જે જરૂર પડે તો ખરાબ તત્વોનો નાશ પણ નોતરી શકે છે. શીવને આમ તો ઘણા ભોળા માનવામા આવે છે, પરંતુ ક્રોધિત થાય તો સર્વત્ર નાશ ફેલાવી શકે છે. કહેવાય છેકે  આસુરી શક્તિઓ ભોળાનાથ શીવને ઍમની ભક્તિ દ્વારા વશ કરી શકે છે. ઍનો હિન્દુ પુરાણમા રાવણ ઍક અજોડ દાખલો છે.  જ્યારે ઍવી આસુરી શક્તિઓના નાશ માટે અને વિશ્વને બચાવવા માટે વિષ્ણુ જેવી વિશ્વનુ પાલન કરનારી શક્તિઍ મેદાનમા આવવુ પડે છે.

                                                                                      હિન્દુ ધર્મની વિચાર ધારા આમતો  વિજ્ઞાનિક  સીધ્ધાંતો પર જ આધારિત છે. સૃષ્ટિની રચના ત્રણ પ્રકૃતિઓ પર આધારિત છે જેવી કે રચનાત્મક, પાલનકાત્મક અને નાશક. શિવની શક્તિ ત્રીજી પ્રાકૃતિમા સમાયેલી છે. પરંતુ ઍમા ભારોભાર નિર્દોષતા અને ત્યાગની ભાવના છે. આથી ઍ  શક્તિનો ઉપયોગ વિશ્વના ભલા માટે જ થાય છે. વિજ્ઞાન હવે જેને સાબિત કરવા જઈ રહયુ છે ઍને હિન્દુ વિચારધારાઓે ઍ હજારો વર્ષો પહેલા ઘોષિત  કરેલુ છે.
                                                                                        ઍવી શિવ શક્તિ વિષે  કહેવાય છેકે-

શિવ ઍટલે-
શિવ ઍટલે ત્યાગ, શિવ ઍટલે સુંદર
શિવ  ઍટલે  સત્ય, શિવ ઍટલે શક્તિ
શિવ ઍટલે સાદાઈ,શિવઍટલે તાંડવ
શિવ ઍટલે દુનિયાનુ  જહેર  પીનાર
 તાંડવ દ્વારા બુરાઈનો નાશ  અને
 જહેર પીને   વિશ્વને શુધ્ધ કરનાર
 શિવ ઍટલે-
                                                                                               શિવ વિચારધારાનો મુખ્ય પ્રવાહ છે, ઍટલા માટે ભારતમા ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમમા  શિવના પવિત્ર ૧૨ જ્યોર્તિ લિંગો આવેલા છે. તે ઉપરાંત અંબર નાથ અને કૈલાશ જેવા શિવમય યાત્રાના સ્થળો આવેલા છે. દરેક વર્ષે કરોડો ભારતીયો ઍ  સ્થળોની  મુલાકાતો લઈ પોતાને  ધન્ય માને છે.

                                                                                                   તિબેતમા આવેલા કૈલાસને શીવનુ પવિત્રમા પવિત્ર સ્થળ મનાય છે.  હવે  હાઇટેક ના  જમાનામા  ગૂગલ અર્થે કૈલાસના ફોટાઓ લીધા છે જેમા કૈલાસ  પર્વત પરશીવની   ધ્યાનમય મૂર્તિના  દર્શન થાય છે.  જેનુ ચિત્ર ઉપ્પર ટૉંચ પર દર્શાવેલુ છે.  આનાથી અમેરિકાની સ્પેસ રિસર્ચ સંસ્થા 'નાસા' ને આશ્ચર્ય થયુ છે. ઍજ  હિન્દુ વિચારધારાનુ  વિજ્ઞાનિક પુરાવો છે.
                                            ******************************************

Saturday, February 10, 2018


બિમારી- નીંદરમા ઘોરવાની આદત
                                                                     ઉંઘમા ઘોરવાની આદતે લોકો માટે ઘણી મુશ્કેલીઓ ઉભી કરે છે. ઍનાથી તમારા જીવન સાથીની ઉંઘ અને તબિયત પર પણ અસર થઈ શકે છે અને ઘણીવાર ઍ ઘોરનાર માટે મુસીબત પણ ઉભી કેરી શકે છે. ઍના માટે ઘણા સાધનો શોધવા પ્રયત્ન કર્યા છે પણ ઍ બિમારીને ધદમૂળથી નાબૂદ કરવાના પ્રયત્નો સફળ થયા નથી. શોધાયેલા સાધનોથી ઍ બિમારીની અસર તદ્દન  નાબૂદ કરવી મુશ્કેલ બની રહ્યુ છે.
                                                                      આ બિમારીનુ કારણ નાકના માર્ગોમા અવરોધો અથવા તો કેટલીક વાર ઍ બિમારી કુટુંબિક વારસામા મળી હોય છે. પહેલા જીવન સાથિઓમા ઍ બિમારીને સહન કરી લેવાની સહન શક્તિ કેળવી લેવાતી હતી પરંતુ હવે જ્યારે જીવન ઍકદમ ગતિશીલ બૅની ગયુ છે ત્યારે ઘણુકરીને  પશ્ચિમના દેશોમા  ઍ બિમારીને લીધે  છુ ટા છેડા નુ પ્રમાણ પણ વધ્યુ છે.

                                                                         ઍ બિમારીનો સામનો કરવા માટે થોડા સહેલા ઉપાયો પણ છે. જેવાકે-
૧)વજન ઘટાડો
૨)  સિગેરેટ પીવાનુ છોડવુ
૩) સુવાના ૨ કલાક પહેલા દારૂ ન પીવો
૪) ઉંઘની ગોળીનો ઉપયોગ ઑછો કરી નાખવો
૫) તમારી બાજુઍ સુવાનુ રાખવુ
૬)  વચમા તકિયાઓને રાખીને સૂવુ
૭) નાકને સાફ કરીને સૂવુ અન જરૂર પડે તો નેસલ સ્પ્રે નો ઉપયોગ કરવો.
૮) નેસલ સ્ટ્રિપ અથવા આંતરિક  ડાઈલેટોરનો ઉપયોગ કરવો
૯) જરૂરી લાગે તો બેડશીટને પણ બદલાવી દેવી.
૧૦) જરૂર પડે તો ઉંઘના નિષ્ણાતોની પણ મદદ લેવી
૧૧) રૂમની હવા શુધ્ધ કરવા હવાના ફિલ્ટર નો પણ ઉપયોગ કરવો જોઇઍ.
                                      આ કેટલાક સહેલા ઉપાયો છે જેનાથી આ બિમારીનો સામનો થઈ શકે છે.
                                   *****************************************
                                            

Saturday, February 3, 2018


પિરામિડની અજાયબીઓ
                                                                                              મિસર ઍટલેકે ઇજીપ્તની સંસ્કૃતી હજારો વર્ષ જૂની છે. ત્યાના પિરામિડો જગતની અજાયબી ગણાય છે. જેમ જેમ ખોદકામ કરીને પિરામિડોની અંદર હજારો વર્ષો જૂની મિસરના રાજાઑ ફેરોની સંસ્કૃતિઓ બહાર આવતી જાય છે. મુખ્ય અજાયબીતો હજારો વર્ષો સુધી ફેરોસ ના અને ઍમના કુટુંબીજનોના શરીરો કલામય રીતે વસ્તુઓના લેપો લગાવી સાચવી રાખવામા આવેલા તે બાબત છે.
                         
                           
બીજી અજાયબી તો આવા તોતીંગ પિરામિડો બનાવવામા આવ્યા  તેની ઇજનેરી કળાની છે. ગમે તેટલા મજૂરો હોય તો પણ ઉપ્પર સુધી વજન વાળા પથ્થરો આટલી ઉચાઈ પર ચઢાવવા ઍ  ઈજેનરી  કલાની અનોખી સિદ્ધિ છે.

                                                           પિરામિડનુ આખ્ખુ વજ્ન નિષ્ણાતોનુ માનવા પ્રમાણે  ૬ મિલિયન ટન્સ જેટલુ હોઇશકે  છે. અને ઍની ઉંચાઈ ૪૮૧ ફીટ હોય છે. ચારેબાજુ ૭૬૦ ફીટ જેટલા ફેલાયેલા હોય છે. ઍમા ૨.૫ મિલિયન પથ્થરોના બ્લૉકો વાપરેલા છે. ઍ પથ્થરોના ઍક બ્લૉકનૂ વજન ૨.૫ ટન્સનુ છે. જે ૪૮૦ ફુટ ઉપ્પર સુધી લઈ જવામા આવ્યા છે. આમ ઍ ઈજેનરી  કલાનો ઍક ઉત્તંમ નમૂનો છે.

                                                             ૧૩  ઍકર જમીનમા ફેલાયેલ  પિરામિડની  બાંધણીને પૃથ્વીના  ડાયા મીટરને નજરમા રાખીને રચાવામા આવી છે ઍમ માનવામા આવી છે.
                                                                   ***************************