વૃધ્ધો માટેની સાવચેતી
જેમ ઉંમર વધતી જાય છે તેમ પોતાની સલામતી માટે અમુક કાળજીઓ રાખવી જરૂરી છે કારણ કે મોટી ઉંમરે શારીરિક ઈજાઓમાથી બહાર નીકળવુ મુશ્કેલ થતુ જાય છે. ધાઓને પણ બરાબર થતા ઘણો વાર લાગે છે. આથી અમુક કાળજીઓ રાખવી જરૂરી છે.
૧)દાદરા પર ચઢતી વખતે રૈલિંગનો સહારો લેવો જરૂરી છે.
૨) જેમકે ઉતાવળમા પગના અંગૂઠાને પકડવા પ્રયત્ન ન કરવો. ઍ પહેલા શરીરને વૉર્મ ઉપ કરવુ જરૂરી છે.
૩) ઍક્દમ ઉતાવળમા મસ્તક્ને ફેરવવુ નહી. ઍના માટે શરીરને તૈયાર કરવુ જરૂરી છે.
૪) પૅંટ ખુરશી કે સ્ટૂલ પર બેસીને પહેરવુ.
૫) પીઠ પર સીધા સૂતેલા હોવ તો બેઠા થવા માટે તમારા શરીરના ડાબે કે જમણા પડખે બેઠા થવુ આવશ્યક છે.
૬) કસરત શરૂ કરતા પહેલા શરીરને વૉર્મ અપ કરવુ જરૂરી છે.
૭) પાછલા પગેથી ચાલવાથી ઘણી ભય જનક ઈંજાઓ થવાની શક્યતાઓ છે.
૮) ભારે વસ્તુને ઉચક્વા માટે પહેલા પગના ઘુંટણોને વાળવા જોઇઍ. નહી કે કેડને.
૯) ખસતી વખતે વધારે પડતુ જોર ન આપવુ કારણ કે જોર આપવાથી બીજા અંગોને ઈજા થવાનો સંભવ છે.
૧૦) ઉંઘમાથી ઉઠ્યા પછી થોડો સમય પછી ઉભા થવુ.
******************************
No comments:
Post a Comment