Saturday, April 21, 2018


હાસ્યરસ
                                                                                                   હાસ્યરસ  ઉત્પન કરવો સહેલો નથી પણ કેટલાક ઍ કળામા નિપુણ હોય છે. બે જાતના હાસ્યરસ હોય છે. ઍક પોતાના પર કે પછી બીજા પર કરેલા વ્યંગ દ્વારા  ઉત્પન કરવામા આવે છે. આમા પોતાના પર કરવામા આવેલા  વ્યંગ અને કટાક્ષમાથી ઉદ્ભવેલુ હાસ્ય ઉત્તમ હોય છે. ઘણીવાર ઉચ્ચ બુધ્ધિનો ઉપયોગ કરીને પણ હાસ્ય ઉભુ કરવામા આવે છે.
                                                                                                   હાસ્યકારોના જીવન ઘણીવાર કરુણામય હોય છે પણ મોઢુ હમેશા હસતુ રાખે છે. સોક્રેટીસની પત્ની  ઘણી કર્કશ હતી પરંતુ સોક્રેટિસની વિનોદ્વ્રુત્તિઍ ઍમને દાર્શનિક બનાવી દીધા હતા. ગુજરાતી હાસ્યકાર ધનસુખ મહેતાની પત્નિઍ ઍની માનસિક સમતુલા ગુમાવી દીધી હતી  આથી ઍને હોસ્પિટલમા રાખવી પાડી હતી. જ્યારે ધનસુખભાઈ ઍને માટે ખાવાનુ લઈને જતા ત્યારે તે ઍમાના પર  જે વસ્તુ હાથમા આવે તે ફેકતી. આવી કરુણામય સ્થિતિમા પણ ધનસુખભાઈના મોઢા પર હાસ્ય ફરક્યા કરતુ.

                                                                                                    જ્યોતીદ્ર દવે જેવા ગુજરાતી હાસ્યકાર  હંમેશા પોતાના પાતળા શરીર પર કટાક્ષ મારીને હાસ્ય ઉત્પન કરતા. તેઓ  ઍક્વાર વિધવા  વિવાહ વિષે ચર્ચામા ગયા હતા. ચર્ચામા ઘણી ગરમાગરમી ચાલી. લોકો હિંસા અને ગાળાગાળી કરવા લાગ્યા. જ્યોતીન્દ્ર દવેઍ વિનોદ કરતા કહ્યુ'  ભાઈઓ આપણે વિધવા વિવાહ વિષે ચર્ચા કરવા માટે ભેગા થયા છે, નહિકે નવી વિધવા બનાવવા માટે'   જાણીતા લેખક અને નાટ્યકાર બનાર્ડ શો ઍક જાણીતી અભિનેત્રી સાથે ઍમનુ નાટક જોઈ રહયા હતા.  પેલી અભિનેત્રી ઍમના નાટકથી ઘણી પ્રભાવિત થઈ ગઈ હતી અને કહ્યુ ' શો આપણે લગ્ન કરિયે તો આપણા બાળકો તમારા જેવા વીદ્વાન અને મારા જેવા રૂપાળા થાય. બનાર્ડ શો ઍ વિનોદ કરતા કહ્યુ' ઉંધુ થયુ તો' આમા પણ ઉચ્ચ કક્ષાનુબૌધિક હાસ્ય છે.

                                                                                                      ઑસ્કર વાઇલ્ડ પર લોકોઍ સડેલા કેબેજીસ ફેક્યા હતા. ઍમણે હસતા હસતા કહ્યુ' . મિત્રો તમારો આભાર,  જ્યારે જ્યારે મને ઍની ગંધ આવશે ત્યારે તમારી યાદ દેવડાવશે.'
                                                                                                      આથી હાસ્ય ઉત્પન કરવાની પણ ઍક કળા છે જે ઘણા ઓછા પાસે હોય છે.
                                      ***************************************

No comments:

Post a Comment